બીસીસીઆઇએ દીપક ચહરની તસવીર ટ્વીટ કર્યુ હતુ કે દીપક ચહર હેટ્રિક લેનારો પહેલો ભારતીય ક્રિકેટર છે. હવે આ ટ્વીટને ટેગ કરતાં અખિલ ભારતીય મહિલા કોંગ્રેસે બીસીસીઆઇના ટ્વીટને રિટ્વીટ કરતાં લખ્યું કે, બીસીસીઆઇ આ દુઃખની વાત છે કે તમારા આંકડામાં એકતા બિષ્ટને ભુલાવી દેવામાં આવી છે, જેને ભારત માટે ઇન્ટરનેશનલ ટી20માં પહેલી હેટ્રિક લીધી હતી, હાં, દીપક ચહર પહેલો ભારતીય પુરુષ ક્રિકેટર છે, પણ એકતા બિષ્ટ પહેલી ભારતીય છે જેને 2012માં આ કારનામુ કર્યુ હતુ.
નોંધનીય છે કે, ભારતીય મહિલા ક્રિકેટર એકતા બિષ્ટે 2012માં શ્રીલંકા વિરુદ્ધ સૌથી પહેલા ભારતીય ક્રિકેટર તરીકે હેટ્રિક વિકેટ ઝડપી હતી.
ખાસ વાત છે કે, દીપક ચહરે બાંગ્લાદેશ સામેની ત્રીજી ટી20માં શાનદાર બૉલિંગ કરતાં 4 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આમાં એક હેટ્રિક વિકેટ પણ સામેલ હતી.