નવી દિલ્હીઃ આવતી કાલથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશીઝ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે, આ મેચને બૉક્સિંગ ડે ટેસ્ટ મેચ પણ કહેવામાં આવી રહી છે, કેમ કે ક્રિસમસના તહેવાર બાદના પહેલા દિવસે આ મેચ રમાઇ રહી છે, જેના કારણે આને બૉક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ રિપોર્ટ સામે આવ્યા છે કે સળંગ બે હાર બાદ ઇંગ્લેન્ડની ટીમમાં ચાર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મેલબોર્ન ટેસ્ટ પહેલા જ ઇંગ્લિશ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. એશીઝમાં હાલ ઓસ્ટ્રેલિયા 2-0થી લીડ બનાવી ચૂક્યુ છે.


મેલબોર્નમાં થયા આ ફેરફાર- 
મેલબોર્નની બૉક્સિંગ ડે ટેસ્ટ માટે ઇંગ્લિશ ટીમમાં ચાર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં નવી પ્લેઇંગ ઇલેવનમાં જૉની બેયરસ્ટૉ, જેક ક્રૉલી, જેક લીચ અને માર્ક વુડને સામેલ કરવામાં આવ્યા છે, ખાસ વાત છે કે, એડિલેડ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ટીમમાં સામેલ રૉરી બર્ન્સ, સ્ટુઅર્ટ બ્રૉડ, ઓલી પૉપ અને ક્રિસ વૉક્સને બહાર કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ એશીઝ સીરીઝમાં શરૂઆતની બન્ને ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડની જોરદાર માત આપી છે, ઇંગ્લેન્ડ બ્રિસ્બેન અને એડિલેડ ટેસ્ટ હારી ચૂક્યુ છે, અને હવે મેલબોર્ન ટેસ્ટમાં જીત મેળવવા પ્રયાસ કરશે.


બૉક્સિંગ ડે ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન- 
હસીબ હમીદ, જેક ક્રૉલી, ડેવિડ મલાન, જૉ રૂટ (કેપ્ટન), બેન સ્ટૉક્સ, જૉની બેયરસ્ટૉ, જૉસ બટલર, માર્ક વુડ, ઓલી રૉબિન્સન, જેક લીચ, જેમ્સ એન્ડરસન.


આ પણ વાંચો--- 


Pro Kabaddi League : ગુજરાત પર ભારે પડ્યુ બંગાળ, જાયન્ટ્સને હરાવીને વૉરિઅર્સે જીતી બીજી મેચ, રાકેશ નરવાલે કર્યો કમાલ


આ 5 રાશિ પર છે શનિની દૃષ્ટી, જાણો શું રહેશે પ્રભાવ, દુષ્પ્રભાવને દૂર કરવા આ રીતે કરો આ ઉપાય


PM Kisan Yojana: આજે નહીં પરંતુ આ દિવસે ખેડૂતોને મળશે PM કિસાન સન્માન નિધિના પૈસા, જલ્દી કરો eKYC અને જાણો પ્રોસેસ


Gujarat Omicron : તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવતાં તંત્ર થયું એલર્ટ, ઓમિક્રોન સેમ્પલ લેવાયા


Omicron Cases India: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં ઓમિક્રોને ફટકારી સદી, જાણો કયા રાજ્યમાં કેટલા છે કેસ


Ola Electric Scooters: સૌથી પહેલા આ શહેરોમાં ઉપલબ્ધ હશે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો લિસ્ટમાં તમારા શહેરનું નામ છે કે નહીં?