Pro Kabaddi League 2021-22, શુક્રવારે બેંગ્લુરુના શેરાટૉન ગ્રાન્ટ વ્હાઇટફિલ્ડમાં રમાયેલી પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League)ની 9મી મેચમાં બંગાળ વૉરિઅર્સે (Bengal Warriors) ગુજરાત જાયન્ટ્સ (Gujrat Gianst)ને 31-28થી હરાવી દીધુ. આ મેચમાં ગુજરાત જાયન્ટ્સના રાકેશ નરવાલ સૌથી વધુ રેડ પૉઇન્ટ હાંસલ કરનારો ખેલાડી રહ્યો. તેને 6 રેડમાં 12 પૉઇન્ટ મેળવ્યા. જેમાં એક ટેકલ અને 5 બૉનસ પૉઇન્ટ હતા. આ ઉપરાંત ગિરિશ એનાર્ક અને રવિન્દર પહલે કેટલાય બેસ્ટ ટેકલ કર્યા. 


બીજી બાજુ બંગાળ વૉરિઅર્સ તરફથી મનિન્દર સિંહ 8 રેડ પૉઇન્ટ હાંસલ કર્યા, તો ઇસ્માઇલ નબીબક્શ, રોહિત અને આકાશે 4-4 પૉઇન્ટ હાંસલ કર્યા, આ ઓલરાઉન્ડરની રમતના કારણે બંગાળ વૉરિઅર્સે ગુજરાત જાયન્ટ્સને હરાવીને બીજી જીત નોંધાવી છે. વિવો પ્રો કબડ્ડીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બંગાળ વોરિયર્સે પ્રથમ મેચમાં યુપી યોદ્ધાને હરાવી શાનદાર શરૂઆત કરી હતી, બીજી મેચમાં પણ ટીમે જીતનો સિલસિલો જારી રાખ્યો હતો. વોરિયર્સે ગુજરાતને હરાવી સિઝનની બીજી મેચ જીતી લીધી હતી, પરંતુ ગુજરાત જાયન્ટ્સે પણ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરી બંગાળને ટક્કર આપી હતી.


ગુજરાત જાયન્ટ્સના રાકેશ નરવાલે શાનદાર રમત દર્શાવી હતી, મેચના 5 બોનસ પોઈન્ટ સહિત કુલ 12 પોઈન્ટ મેળવ્યા. જોકે, તેનું પ્રદર્શન ટીમને જીત અપાવવા માટે પૂરતું ન હતું અને બંગાળ વોરિયર્સે માત્ર 3 પોઈન્ટના તફાવત સાથે મેચ જીતી લીધી હતી.


આ પણ વાંચો--- 


Pro Kabaddi League : ગુજરાત પર ભારે પડ્યુ બંગાળ, જાયન્ટ્સને હરાવીને વૉરિઅર્સે જીતી બીજી મેચ, રાકેશ નરવાલે કર્યો કમાલ


આ 5 રાશિ પર છે શનિની દૃષ્ટી, જાણો શું રહેશે પ્રભાવ, દુષ્પ્રભાવને દૂર કરવા આ રીતે કરો આ ઉપાય


PM Kisan Yojana: આજે નહીં પરંતુ આ દિવસે ખેડૂતોને મળશે PM કિસાન સન્માન નિધિના પૈસા, જલ્દી કરો eKYC અને જાણો પ્રોસેસ


Gujarat Omicron : તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવતાં તંત્ર થયું એલર્ટ, ઓમિક્રોન સેમ્પલ લેવાયા


Omicron Cases India: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં ઓમિક્રોને ફટકારી સદી, જાણો કયા રાજ્યમાં કેટલા છે કેસ


Ola Electric Scooters: સૌથી પહેલા આ શહેરોમાં ઉપલબ્ધ હશે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો લિસ્ટમાં તમારા શહેરનું નામ છે કે નહીં?