હોબાર્ટઃ લાંબા સમય સુધી ટેસ્ટમાં નબંર એક રહેલી ટીમ અને ચાર વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમના ઑસ્ટ્રેલિયાના ખરાબ દિવસો. દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં ઑસ્ટ્રેલિયાની સમગ્ર ટીમ 85 રન બનાવીની ઓલ આઉટ થઇ ગઇ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ 17.3 ઓવરમાં વગર વિકેટ 43 રન બનાવી લીધા છે.
ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલેથી જ 0-1 થી પાછળ ચાલી રહી છે. ઑસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથ દ.આફ્રિકના બોલરો સામે સંઘર્ષ કરતા નજરે આવ્યા હતા. તેમણે નોટઆઉટ 48 રન બનાવ્યા હતા. જ્યારે અન્ય કોઇ ખેલાડી 10 રનના આકડાને પાર નથી કરી શકી.10 રન બનાવનાર મેની બીજો ટૉપ સ્કોર હતા. ઑસ્ટ્રેલિયા ટીમ પહેલી વાર ઇનિંગ્સ 32.3 ઓવરમાં જ સમાપ્ત થઇ ગઇ હતી.