સિડનીઃ કોરોના સંકટ વચ્ચે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચાર મેચની ટેસ્ટ સીરિઝ સહિત ક્રિકેટ સીઝનના કાર્યક્રમની પુષ્ટિ કરી છે. બોર્ડની ઔપચારિક જાહેરાત થવાની બાકી છે પરંતુ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝ પ્લાન મુજબ જ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ 3 ડિસેમ્બરથી ગાબામાં રમાશે.
રિપોર્ટ્સ પ્રમાણે, સ્ટેડિયમમાં ખૂબ ઓછા ફેંસ આવશે તો ભારતમાંથી કોઈ ફેંસ આ મેચ જોવા નહીં જઈ શકે. આ દરમિયાન ભારતીય ટીમમાંથી માત્ર સપોર્ટ સ્ટાફ અને ઓફિશિયલ્સને જ મેચ માટે મંજૂરી મળી શકશે.
કોરોના સંકટ વચ્ચે હાલ સ્પોર્ટ્સની તમામ ઈવેન્ટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. ક્રિકેટનો મહાકુંભ ગણાતી આઈપીએલના પણ રદ્દ કરી દેવામાં આવી છે. આ દરમિયાન આવતીકાલે આઈસીસીની મીટિંગ થવાની છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારો વર્લ્ડકર રમાશે કે રદ્દ થશે તેનો ફેંસલો લેવામાં આવશે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, 2022 સુધી ટી-20 વર્લ્ડકપ ટાળવામાં આવી શકે છે.
ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ સીઝનનો કાર્યક્રમ કર્યો જાહેર, ભારત સામે 4 ટેસ્ટ મેચની સીરિઝની થઈ પુષ્ટિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2020 04:20 PM (IST)
રિપોર્ટ્સ પ્રમાણે, સ્ટેડિયમમાં ખૂબ ઓછા ફેંસ આવશે તો ભારતમાંથી કોઈ ફેંસ આ મેચ જોવા નહીં જઈ શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -