નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે ખરાબ સામાચાર સામે આવ્યા છે. રિપોર્ટ એવા છે કે, ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન અને ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી અચાનક બ્રેક લઇ લીધો છે. ઓસ્ટ્રેલિયન ટીમના મનોવૈજ્ઞાનિક ડૉક્ટર માઇકલ લૉયડે આની પાછળ માનસિક બિમારીનું કારણ બતાવ્યુ છે.


મનોવૈજ્ઞાનિક ડૉક્ટરનું કહેવુ છે કે, મેક્સવેલ હાલ માનસિક સ્વાસ્થની સામે ઝઝૂમી રહ્યો છે, તેને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેની માનસિક બિમારીને દુર કરવા માટે તે હાલ ક્રિકેટથી થોડાક સમય માટે દુર થયો છે.



મેક્સવેલે હાલ અનિશ્ચિતકાળ સુધી ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે, જેની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ટીમમાં ડાબોડી વિસ્ફોટક બેટ્સમેન ડી’આર્કી શોર્ટને સામેલ કરવામાં આવ્યો છે. તે શુક્રવારે (1 નવેમ્બરે) રમાનારી ત્રીજી ટી20 પહેલા ટીમ સાથે જોડાઇ જશે. હાલ ઓસ્ટ્રેલિયાની શ્રીલંકા સામે ટી20 સીરીઝ ચાલી રહી છે.