ઓસ્ટ્રેલિયાના કોચ લેંગરે વિરાટ કોહલીની નબળાઈ શોધી કાઢ્યાનો કર્યો દાવો, વિરાટને આઉટ કરવા કેવો બોલ ફેંકવા આપી સૂચના?
જો કે એ વખતે કોહલી તેની સામે નાખવામાં આવેલી 142 ફૂલ લેન્થ ડિલિવરીમાંથી માત્ર બે ડીલિવરીમાં આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત ક્યારેય ટેસ્ટશ્રેણી જીતી શક્યું નથી. આ વખતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટશ્રેણી જીતી શકે છે કે કેમ તેનો મદાર વિરાટ કોહલીના ફોર્મ ઉપર પણ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએડિલેડઃ ઓસ્ટ્રેલિયા સામે ભારત પોતાની પહેલી ટેસ્ટ રમવાનું છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ વિરાટ કોહલીને કાબૂમાં રાખવા ખાસ રણનીતિ બનાવી છે. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે વિરાટ માટે ખાસ ચાર્ટ બનાવ્યો છે અને આ ચાર્ટના અમલની જવાબદારી ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડને સોંપી છે.
કોહલીની આ નબળાઈના કારણે કૂકાબૂરા બોલનો ઉપયોગ કરતા ઓસ્ટ્રેલિયન બોલર્સ શક્ય તેટલી વધુ પેસનો કોહલી સામે ઉપયોગ કરે તેવી સૂચના પણ લેંગરે આપી છે. ઓસ્ટ્રેલિયાના 2014-15ના પ્રવાસમાં કોહલીએ 8 ઇનિંગ્સમાં 683 રન નોંધાવ્યા હતા.
લેંગરે પોતાના બોલરોને કોહલીને પેડ પર એક પણ બોલ નહીં નાખવાની ખાસ સૂચના આપી છે. ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે પેડમાં નાખવામાં આવેલા બોલને કોહલી આસાનીથી ફટકારે છે. કોહલી સ્વિંગ કરતા સીમ બોલિંગમાં પોતાની વિકેટ વધારે ગુમાવતો હોવાનું પણ સામે આવ્યું છે.
બીજી તરફ ગૂડ લેન્થ બોલ્સમાંથી 66.33 બોલ પર અને શોર્ટ પિચ બોલિંગમાં 69.33 બોલ પર તે રન કરી શક્યો છે. આ કારણે હવે કોહલીને ફૂલર બોલ નાંખીને આઉટ કરવાની રણનીતિ અપનાવાશે. લેંગર અને ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે, કોહલીને સસ્તામાં આઉટ કરવામાં આવે તો અડધો જંગ જીતી લેવાશે.
વિડીયો ફૂટેજ જોયા બાદ ઓસ્ટ્રેલિયાના કોચના ધ્યાનમાં આવ્યું છે કે, ફૂલર ડિલીવરી વિરાટ કોહલીની નબળાઇ છે. વિદેશમાં છેલ્લી 8 ટેસ્ટમાંથી મોટા ભાગની ઈનિંગ્સમાં કોહલી ફૂલર ડિલીવરીને રમવા જતાં આઉટ થયો છે. કોહલી ફૂલ ડિલીવરીમાં 46.28 ડીલિવરી પર રન કરી શક્યો છે.
હેઝલવુડે વિરાટ કોહલીને કાબૂમાં રાખવા માટે ખાસ રણનીતિ ઘડી હોવાનું સ્વિકાર્યું છે. ઓસ્ટ્રેલિયન મીડિયામાં રજૂ થયેલા અહેવાલ અનુસાર ઓસ્ટ્રેલિયન છાવણી હાલમાં વિરાટ કોહલીની અગાઉની શ્રેણીના ફૂટેજનો અભ્યાસ કરી રહી છે. આ વિડીયો ફૂટેજમાં જે પણ નબળાઇ જોવા મળી છે તેનો કોચ જસ્ટિન લેંગરે ખાસ ચાર્ટ બનાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -