પેપર લીક કાંડમાં રૂપલ સહિત ચારેય આરોપીઓના કેટલા દિવસના રિમાંડ મંજૂર થયા? જાણો વિગત
ઝડપાયેલા મહિલા સહિત ચાર આરોપીઓને પોલીસે સોમવારે સાંજે જજના બંગલે રજૂ કરી 14 દિવસના રિમાંડની માંગણી કરી હતી જોકે ચારેય આરોપીને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે લોક રક્ષકની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પરીક્ષા પહેલા જ પેપર લીક થઈ જતાં પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરવા પોલીસ કામે લાગી હતી. જેમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
આરોપીઓને સાથે રાખીને તપાસ કરવી જરૂરી છે. આરોપીઓના કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન કરવા માટે રિમાંડ જરૂરી છે. ત્યારબાદ કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને રાખીને ચારેય આરોપીઓને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક પેપર લીક પ્રકરણમાં ઝડપાયેલા પી.વી. પટેલ ગાંધીનગર ડીએસપી ઓફિસ ખાતે વાયરલેસ પોલીસ સબ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતો હતો. તેની આ મામલે ધરપકડ થતાં એસપી મયુર ચાવડાએ તેને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે.
પોલીસે આરોપીઓ અન્ય કોઈ નોકરી વાંચ્છુ ઉમેદવારોના સંપર્કમાં હતા કે નહીં તેની તપાસ થઈ રહી છે. આરોપીઓને સાથે રાખીને તેમના રહેઠાણ અને ઓફિસોમાં તપાસ કરવામાં આવશે. આરોપીઓ સાથી બીજા કોણ-કોણ સંડોવાયેલા છે તેની માહિતી મેળવીને તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત આરોપીઓ સાથે પૈસાનો કોઈ વ્યવહાર કરવામાં આવ્યો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.
પેપર લીક મામલે મુખ્ય સૂત્રધારોને ઝડપી લેવા અને નાણાંકીય વ્યવહારોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કેસનો મુખ્ય આરોપી યશપાલ સોંલકી હજુ ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -