ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાના નામે 90 વર્ષ બાદ નોંધાયો આ શરમજનક રેકોર્ડ, જાણો વિગત

જોહાનિસબર્ગમાં રમાયેલી શ્રેણીની ચોથી ટેસ્ટમાં ફિલાન્ડરે ટેસ્ટ કરિયરની 200 વિકેટ પૂરી કરી હતી. તેની સાથે જ તે 200 ટેસ્ટ વિકેસ લેનારો આફ્રિકાનો સાતમો બોલર બની ગયો છે.
1911માં મેલબર્નમાં આસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 530 રનથી હરાવ્યું હતું. જે ટેસ્ટ ક્રિકેટમાં રનના અંતરથી ત્રીજી સૌથી મોટી હાર છે.
જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના વાંડરર્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની 492 રનથી હાર થઈ હતી. જેના કારણે દક્ષિણ આફ્રિકાએ ચાર ટેસ્ટ મેચની શ્રેણી 3-1થી પોતાના નામે કરી લીધી અને 48 વર્ષ બાદ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી જીત મેળવી. આ જીત દક્ષિણ આફ્રિકાની રનના હિસાબે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.
એપ્રિલ 2018માં જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 492 રનથી હાર આપી હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં રનના હિસાબે ચોથી સૌથી મોટી હાર છે.
ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ બીજા નંબરની સૌથી મોટી હારનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. 1934માં ઓવલમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાનો 562 રનથી વિજય થયો હતો.
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રનના હિસાબે સૌથી મોટી જીતનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. 1928માં બ્રિસ્બેનમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 675 રનથી હાર આપી હતી. આ મેચ ડોન બ્રેડમેનની ડેબ્યૂ ટેસ્ટ મેચ હતી. જે બાદ મંગળવારે સાઉથ આફ્રિકા સામે 492 રનથી હારના કારણે 90 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાએ અણગમતો રેકોર્ડ બનાવ્યો છે.