નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માઈકર ક્લીંજર ટી20માં સૌથી વધારે સેન્ચુરી લગાવવાના મામલે બીજા નંબર પર પહોંચી ગયા છે. તેણે લંડનમાં જારી ટી20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં આ ઉપલબ્ધિ મેળવી છે. 39 વર્ષના ક્લિન્જરે ગ્લૂસેસ્ટરશાયર માટે રમતા કેન્ટ વિરૂદ્ધ 65 બોલમાં 102 રન ફટકાર્યા હતા. આ બેટ્સમેને ટૂર્નામેન્ટ બાદ પોતાની 21 વર્ષની કારકિર્દીને અલવિદા કહ્યું છે. આ તેમની ટી20માં આઠમી સેન્ચુરી હતી. તે ગેલ પછી બીજા નંબરે છે જેના નામે 21 સેન્ચુરી છે.


ક્લીંજર બાદ એરૉન ફિંચ, ડેવિડ વૉર્નર, લ્યૂક રાઇટ, બ્રંડન મેક્કુલમ આવે છે, જેના નામે છ સદી છે. આઇસીસીએ ક્લીંજરના હવાલે લખ્યું છે,મને ખબર પણ ન પડી કે મે સદી પૂરી કરી દીધી કારણ કે મુખ્ય સ્કોર બોર્ડ પર 91 રન હતાં.

માઇકલ ક્લીંજરે ઓસ્ટ્રેલિયા માટે ત્રણ ટી-20 રમી છે જેમાં તેનો સૌથી વધુ સ્કોર 62 છે અને તેણે તે બાદ ક્યારેય ઓસ્ટ્રેલિયા માટે ઇન્ટરનેશનલ મેચ ન રમી. તે ઇન્ડિયન પ્રીમીયર લીગ આઇપીએલમાં કોચ્ચી ટસ્કર્સ કેરલ માટે પણ રમી ચુક્યા છે.