મેચ પહેલા ભરત અરૂણે કહ્યુ કે અમે બોલીંગ પર વધુ ફોકસ કરી રહ્યા છીએ. હું ક્યારેય પ્રયોગ કરૂ તો તેનું પરિણામ કેવુ આવશે તે વિચારતો નથી. એટીંગા ટેસ્ટની પહેલી મેચ દરમિયાન પણ અમે તેની બોલીંગ એક્ટીંગ અંગે વાત કરી હતી.
ભરત અરુણે કહ્યું, બુમરાહ થોડી ટૂંકી બોલિંગ ફેંકી રહ્યો હતો, તેને બોલ આગળ નાખવાની જરૂર હતી. વિકેટો પર સવાલ નહોતો. બુમરાહ સ્થિતિને જાણે છે અને તે શાનદાર રીતે દરેક સ્થિતિમાં ઢળી જાય છે. જો તમે પહેલી ઈનિંગ્સમાં કરેલી બોલિંગની લેન્થ અને બીજી ઈનિંગ્સમાં કરેલી બોલિંગની લેન્થ જોશો તો તમને ઘણું અંતર જોવા મળશે. તે બીજી ઈનિંગ્સમાં બોલ આગળ ફેંકી રહ્યો હતો એટલે મૂવમેન્ટ મળી રહી હતી.
કોચને જ્યારે પૂછવામાં આવ્યું કે એવી કઈ વસ્તુ છે જે તેને ખતરનાક બોલર બનાવે છે. તો તેમણે કહ્યું, તે સતત 140 કિમીની ઝડપે બોલિંગ કરે છે અને તેની એક્શન પણ થોડી વિચિત્ર છે. આથી બેટ્સમેનને તેને પકડવામાં પરેશાની થાય છે. સાથે જ તે સ્પષ્ટ બોલિંગ કરે છે. તેમણે કહ્યું, બુમરાહે પોતાની બોલિંગ લેન્થ બદલી છે અને આથી જ તેની બોલિંગને નવી ધાર મળી છે.
અરૂણે સાથે કેપ્ટન વિરાટ કોહલીના ખેલાડીઓના કામના ભારને નિયંત્રિત કરવાની વાતને સમર્થન આપ્યુ હતુ. અરૂણે કહ્યુ કે ઝડપી બોલીંગ ખુબજ મુશ્કેલ વસ્તુ છે. દુર્ભાગ્યવશ આમાં ભૂલની શક્યતાઓ ઓછી છે. આ વાતને જાણીને અમે ઝડપી બોલર પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યુ છે, જેથી તેમના કામ પર નજર રાખી શકાય અને એ નક્કી કરી શકાય તે બોલર કેટલા ફોર્મમાં છે.