એક વર્ષના પ્રતિબંધ બાદ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નરની પણ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. જો મેથ્યૂ વેડ રમશે તો ઓક્ટોબર 2017 બાદ કોઈ પણ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે તેમની આ પ્રથમ મેચ હશે. તે સપ્ટેમ્બર 2017માં ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો હતો.
આગામી સીરીઝ માટે ટીમ પેન જ કેપ્ટન રહેશે. જ્યારે સલામી બેટ્સમેન માર્કસ હેરિસનું પણ ટીમમાં સ્થાન સલામત છે. શૉન માર્શને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જ્યારે તેમનો ભાઈ ઑલરાઉન્ડર મિશેલ માર્શ આગામી સીરીઝમાં નજર આવશે.
ટેસ્ટમાં આ ટીમ ફક્ત 38 રનમાં ઓલઆઉટ, એક બેટ્સમેન જ બે આંકડે પહોંચ્યો
ઓસ્ટ્રેલિયાની ટીમ: ટિમ પેન(કેપ્ટન), કેમરન બેનક્રોફ્ટ, પેટ કમિન્સ, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, મારનસ લાબુસ્ચગ્ને, નાથન લાયન, મિશેલ માર્શ. માઇકલ નેસેર. જેમ્સ પેન્ટિસન, પીટર સિડલ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મેથ્યૂ વેડ અને ડેવિડ વોર્નર.