ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની T20 અને વન ડે શ્રેણી માટે ટીમ કરી જાહેર, જાણો ક્યા દિગ્ગજોને પડતા મૂકવામાં આવ્યા
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ટી20 અને વન ડે શ્રેણી માટે જાહેર કરેલી ટીમ આ પ્રમાણે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત સ્ટાર્ક અને હેઝલવુડને પણ ટીમમાં સ્થાન મળવાની આશા હતી. પરંતુ આ બંને સંપૂર્ણ ઇજામુક્ત ન થયા હોવાથી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સ્ટાર્કને શ્રીલંકા સામે કેનબરા ટેસ્ટ દરમિયાન ઇજા થઈ હતી, જ્યારે હેઝલવુડ પણ બેક ઈન્જરીથી પરેશાન છે.
પીટર સિડલ, મિચેલ માર્શ અને બિલી સ્ટેનલેકને ભારત સામેની શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેમના સ્થાને ફાસ્ટ બોલર કેન રિચર્ડસન, કોલ્ટર નાઇલ અને વિસ્ફોટક બેટ્સમેન એસ્ટન ટર્નરને મોકો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓપનિંગ બેટ્સમેન ડર્શી શોર્ટને શોન માર્શના કવર તરીકે ટીમમાં રાખવામાં આવ્યો છે. શોન માર્શ હાલ હેમસ્ટ્રિંગ ઇજામાંથી મુક્ત થઈ રહ્યો છે અને તેના ઘરે બીજા બાળકના જન્મના કારણે પર્થમાં જ રોકાવું પડી શકે છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ભારતમાં રમાનારી 2 T20 અને 5 વન ડે મેચની શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમના બોલિંગ કોચ ડેવિડ સીકરના રાજીનામા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. એરોન ફિંચને કેપ્ટન જ્યારે એલેક્સ કેરી અને પેટ કમિન્સને વાઇસ કેપ્ટન બનાવાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -