Australia vs England The Ashes Series: ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી એશીઝ સીરીઝ દરમિયાન એક  ખાસ ગજબનો રેકોર્ડ જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડના ખેલાડી ઓલી પૉપે પ્લેઇંગ ઇલેવનમા સામેલ ના હોવા છતાં જબરદસ્ત રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. એશીઝ સીરીઝની ચોથી ટેસ્ટમાં ઓલી પૉપ ટીમનો ભાગ ન હતો., પરંતુ તે સબ્સ્ટિટ્યૂટ તરીકે મેદાન પર ઉતરવાનો મોકો મળ્યો હતો. આ દરમિયાન તેને એક બે નહીં પરંતુ ચાર કેચ પકડીને તરખાટ મચાવી દીધો. ઓલી પૉપે આ સાથે જ કેચનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.


ઓલી પૉપ પહેલા આ કારનામુ ભારતીય વિકેટકીપર બેટ્સમેને રિદ્ધિમાન સાહા કરી ચૂક્યો છે. સાહાએ વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક ઇનિંગમાં સબ્સ્ટિટ્યૂટ તરીકે ચાર કેચ પકડ્યા હતા. 


ઓલી પૉપના શાનદાર પ્રદર્શનથી ઇંગ્લેન્ડ ટીમને ફાયદો થયો હતો. ઓલી પૉપ ઓસ્ટ્રેલિયાના માર્કસ હેરિસ, ડેવિડ વોર્નર, માર્નસ લાબુશાને અને એલેક્સ કેરીનો કેચ પકડ્યો હતો. પૉપ એક ઇનિંગમાં 4 કેચ પકડનારો ત્રીજો સબ્સ્ટિટ્યૂટ ખેલાડી બની ગયો છે. 


Ashes 2022, Aus Vs Eng: ઇગ્લેન્ડના પૂંછડિયા બેટ્સમેનોએ બે ઓવર રમી ઓસ્ટ્રેલિયન ટીમને જીતથી રાખી દૂર
Ashes 2022, Aus Vs Eng: ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી એશિઝ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાએ અંતિમ દિવસ સુધી તમામ પ્રયાસો કર્યા પરંતુ ઇગ્લેન્ડના પૂંછડિયા બેટ્સમેનોએ મેચને એક વિકેટથી બચાવી લીધી હતી. જોકે, ઓસ્ટ્રેલિયા આ સીરિઝમાં 3-0થી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચને જીતવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. જેક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસને પોતાની ટીમને બચાવી હતી.


અંતિમ ત્રણ બેટ્સમેનોએ લગભગ 11 ઓવર સુધી બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાને જીતવા દીધું નહોતું. અંતિમ વિકેટ માટે જેમ્સ એન્ડરસન આવ્યો ત્યારે થોડા સમય બાદ જ ખરાબ લાઇટના કારણે સ્પિનર્સ લગાવવા પડ્યા અને બાદમાં મેચ ડ્રો જાહેર કરાઇ હતી.


આ પણ વાંચો---- 


Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર


GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા


IGNOU PhD Entrance Exam 2021: પીએચડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોવ તો જલ્દી અરજી કરો, 14 જાન્યુઆરી સુધી લંબાવાઈ તારીખ


Ahmedabad Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાન્યુઆરીના 8 દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ


Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો