વર્લ્ડકપમાં બન્ને ટીમોની વાત કરીએ તો અત્યાર સુધી બન્ને ટીમો વચ્ચે 7 મુકાબલા થયા છે, જેમાં 5માં ઓસ્ટ્રેલિયાએ બાજી મારી છે, જ્યારે ઇંગ્લેન્ડ માત્ર 2 જ જીત નોંધાવી શક્યુ છે. લૉર્ડ્સ ગ્રાઉન્ડમાં બપોરે 3 વાગે મેચ શરૂ થશે.
વર્લ્ડકપ 2019, આજની મેચ ઇંગ્લેન્ડ માટે જીતવી જરૂરી છે, પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ઇંગ્લેન્ડ ચોથા સ્થાને છે, 6 મેચોમાંથી 4 જીત સાથે 8 પૉઇન્ટ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 6 મેચોમાંથી 5 જીતીને 10 પૉઇન્ટ સાથે બીજી સ્થાને છે.
આજની મેચ ઇંગ્લેન્ડ હારશે તો આગળની પરિસ્થિતિ મુશ્કેલ બની જશે, કેમકે ભારત અને ન્યૂઝીલેન્ડ સામે જીતવુ જરૂરી બની જશે. જ્યારે ઓસ્ટ્રેલિયા આજની મેચ હરશે તો પૉઇન્ટ ટેબલમાં નીચે આવી જશે, જેથી આગળની પૉઝિશન માટે ઓસ્ટ્રેલિયાએ આજની મેચ જીતવી જરૂરી છે.