પર્થઃ ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ટેસ્ટ મેચમાં 7000 રન પૂરા કરી લીધા છે. વોર્નરે ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આ મુકામ હાંસલ કર્યો હતો. વોર્નરે 82મી ટેસ્ટ મેચમાં આ ઉપલબ્ધિ મેળવી હતી. તે ટેસ્ટમાં 7000 કે તેથી વધારે રન બનાવનારો 12મો ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો છે.

વોર્નરે 151 ઈનિંગમાં સાત વખત નોટઆઉટ રહીને 48.65ની સરેરાશથી 7000 રન બનાવ્યા છે. તેણે 23 સદી અને 30 અડધી સદી ફટકરી છે. તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર નોટઆઉટ 335 રન છે. જે તેણે ગત મહિને પાકિસ્તાન સામે નોંધાવ્યો હતો. રિકી પોન્ટિંગે 168 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા તરફથી સર્વાધિક 13,378 રન બનાવ્યા છે. જે બાજ એલન બોર્ડર (11,174) અને સ્ટીવ વૉ (10,927)નો નંબર આવે છે.


ડૉન બ્રેડમેનથી આગળ નીકળ્યો

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલે ડેવિડ વોર્નરે મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનને પાછળ રાખી દીધા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેને 52 ટેસ્ટમાં 6996 રન બનાવ્યા હતા, જ્યારે વોર્નરે 7000થી વધારે રન બનાવી દીધા છે.

ધોનીને લઈ ચીફ સિલેકટર એમએસકે પ્રસાદે આપ્યું મોટું નિવેદન, કહ્યું- તેના કરિયર પર.........