સ્કેનમાં ખબર પડી કે તેના જમણા હાથમાં ઈજા છે અને તે ચારથી છ સપ્તાહ સુધી મેદાનથી દૂર રહેશે. જેના કારણે શિયાળાની શરૂઆતમાં યોજાનારી ટેસ્ટ મેચમાં નહીં રમી શકે અને તે ટેસ્ટ ટીમમાં સરળતાથી વાપસી કરશે કે નહીં તે પણ નક્કી નથી.
માર્શે એક ક્રિકેટ વેબસાઇટને જણાવ્યું કે, આ નિશ્ચિત રીતે પ્રથમ વખત જ થયું છે. બીજીવાર નહીં થાય તેની હું ખાતરી આપું છું. મારા માટે આ સારી શીખ છે. અન્ય ખેલાડીઓને પણ આમાંથી શીખ મળશે તેવી આશા છે. આખરે આ ક્રિકેટ છે, જેમાં અનેક વખત તમે હારી જાવ છો, ઘણી વખત આઉટ થાવ છો પરંતુ તમે દિવાલમાં પંચ નથી મારતા.
માર્શે જ્યારે દિવાલમાં મુક્કો માર્યો હતો ત્યારે ગ્લબ્સ પહેર્યા હતા. તેણે તેની ટીમ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની માફી માંગી છે. તેણે ટીમને કહ્યું, હું ખૂબ નિરાશ છું.
ભાજપના દિગ્ગજ મહિલા નેતાએ કહ્યું, રાહુલ ગાંધી આજ-કાલ પાકિસ્તાનના પોસ્ટર બોય બની ગયા છે
બાથરૂમનો નળ રિપેર કરવા પ્લંબરને બોલાવ્યો ઘરે, પછી મહિલા સાથે કર્યું.........
રાજ્ય સરકારે ST કર્મચારીઓને આપી દિવાળી ભેટ, પગારમાં કર્યો તોતિંગ વધારો, જાણો વિગત