ઓસ્ટ્રેલિયાના ક્યા ક્રિકેટરની હૉટ પત્નિએ ભારતના આ યુવા ક્રિકેટરને ગણાવ્યો બેસ્ટ બેબીસીટર? જાણો વિગત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર કેપ્ટન ટિમ પેન અને ભારતીય વિકેટકિપર રિષભ પંત વચ્ચે શાબ્દીક વાકયુદ્ધ થયું હતું. જેમાં પેને પંતને બેબીસીટર કહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે સાંજે રિષભ પંત બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વન ડે ટીમમાં ધોનીને સામેલ કરવા અંગેનો ઉલ્લેખ કરીને પેને કહ્યું હતું કે, એમએસ વન ડે ટીમમાં પરત ફર્યો છે. આ બાળકને હરિકેંસ મોકલી દેવો જોઈએ. તેને હોબાર્ટ જેવા સુંદર શહેરમાં રજા ગાળવાનો મોકો પણ મળશે. શું બાળકોને સંભાળી શકીશ. જ્યારે હું મારી પત્નીને ફિલ્મ જોવા લઇ જાવ ત્યારે તું મારા બાળકોની સંભાળ રાખજે.
પરંતુ તે બાદ પંતે મેદાનની બહાર પણ ટિમ પેનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને પેનના બાળકો પાસે પહોંચી ગયો હતો. ટિમ પેનની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું કે, બેસ્ટ બેબીસિટર. આ તસવીરમાં પંત પેનની વાઇફ અને તેના બાળકો સાથે નજરે પડી રહ્યો છે. તસવીરથી સ્પષ્ટ થાય છે કે ભલે મેદાન પર ખેલાડીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી જોવા મળે પરંતુ મેદાન બહાર એકબીજાનું અને તેમના પરિવારનું સન્માન કરે છે.
પેન બેટિંગમાં આવ્યો ત્યારે પંતે સિલી પોઇન્ટ પર ઉભેલા અગ્રવાલને કહ્યું કે, આજે આપણી વચ્ચે નવો મહેમાન આવ્યો છે. મયંક તે ક્યારેય હંગામી કેપ્ટન અંગે સાંભળ્યું છે. આ સમયે બોલિંગ કરી રહેલા જાડેજાને તેણે કહ્યું કે, પેનની વિકેટ લેવા માટે વધારે કંઈ કરવાની જરૂર નથી, કારણકે તે માત્ર વાતો કરવામાં જ કુશળ છે અને આ જ કરે છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન અને ભારતીય વિકેટકીપર રીષભ પંત વચ્ચે થયેલા વાક્ યદ્ધમાં હવે ટિમ પેનની પત્ની બોની પેન પણ આવી ગઇ છે. બોની પેને રિષભ પંતને બેબીસીટર ગણાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -