ધોની લાંબા સમય સુધી ફિનિશર તરીકે પોતાની અવિશ્વસનીય ક્ષમતા માટે જાણીતો છે. ધોની અનેક મેચોમાં ભારતને જીત સુધી લઈ ગયો છે. જેમાંથી કેટલીક મેચમાં તો અંતિમ ઓવરોમાં જીત મળી છે. જેથી ધોની ઈન્ટરનેશલન ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ ફિનિશરો તરીકે પ્રખ્યાત છે.
લેંગરે કહ્યું, બટલર એક કમાલનો ખેલાડી છે. તેને બેટિંગ કરતો જોવો મને ગમે છે. તે વિશ્વ ક્રિકેટનો નવો ધોની છે. મને આશા છે કે, તે અમારા સામે ખાતું નહીં ખોલી શકે. તે અવિશ્વસનીય એથલિટ અને ફિનિશર છે. લેંગરે કહ્યું કે, આશા રાખું કે બટલર મંગળવારે ઓસ્ટ્રેલિયાની સામે શૂન્ય પર આઉટ થઈ જાય.
લેંગરે એમ પણ લાગે છે કે, ઈંગ્લેન્ડ વન-ડે રેન્કિંગમાં ટોચ પર છે, અને હાલના વર્લ્ડ કપમાં શ્રીલંકાની સામે હાર તેને વધારે પ્રભાવિત નહીં કરે. ઈંગ્લેન્ડ દુનિયાની સૌથી સારી ટીમ છે. બટલર શાહિદ આફ્રિદી બાદ બીજો એવો ક્રિકેટર છે, કે જેણે 50થી ઓછાં બોલ પર એકથી વધારે સેન્ચુરી બનાવી છે.