જાણો કોણ છે આ યુવતી, જેની હરભજન સાથેની તસવીર થઈ રહી છે વાયરલ
abpasmita.in | 25 Jun 2019 07:47 AM (IST)
અફઘાનિસ્તાન સામેની મેચમાં હરભજન સિંહ એક મહિલા એન્કરને ઈન્ટરવ્યૂ આપે છે જેની તસવીર વાયરલ થઈ રહી છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ભારતે હાલ સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીની તમામ મેચમાં જીત નોંધાવી છે. ભારતે પોતાની અંતિમ મેચ અફઘાનિસ્તાન સામે 11 રનથી જીતી હતી. જોકે આ મેચમાં હારવા છતાં અફગાનિસ્તાનના વખાણ થયા હતા. જોકે આ મેચ દરમિયાન હરભજન સિંહ સાથે એક મહિલા એન્કરની કેટલીક તસવીરો વાયરલ થયા બાદ લોકો આ મહિલા એન્કરની વાત કરી રહ્યા છે. અફઘાનિસ્તાન સામેની મેચમાં હરભજન સિંહ એક મહિલા એન્કરને ઈન્ટરવ્યૂ આપે છે જેની તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર હરભજને પણ રિ ટ્વિટ કરી છે. નોંધનીય છે કે, આ મહિલા એન્કરનું નામ દીવા પતંગ છે. તે અફઘાન ટીવી પ્રેઝન્ટર છે. દીવાએ પોતાના ટ્વિટર એકાઉન્ટના બાયોમાં પોતાને એન્કર, પીએચડી કેન્ડિડેટ અને લંડનમાં અફઘાનિસ્તાનની એમ્બેસી માટે કમા કરવાનું લખ્યું છે. દીવા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. આ વર્લ્ડકપમાં તે સચિન તેંડુલકર, રણવીર સિંહ જેવા અનેક સેલિબ્રિટી સાથે સ્પોટ થઈ છે.