નવી દિલ્હીઃ હાલમાં વર્લ્ડકપ ચાલી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, ઓસ્ટ્રેલિયન ટીમનો પૂર્વ ટેસ્ટ ક્રિકેટર બ્રેઇન કેન્સરની બિમારીથી પીડાઇ રહ્યો છે. આ ક્રિકેટરનું નામ ગેબિન રોબર્ટસન છે.

ગેબિન રોબર્ટસન હાલમાં બ્રેઇન કેન્સરથી પીડાઇ રહ્યો છે. તાજેતરમાં જ તેનો એક ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ગંભીર સ્થિતિમાં જિંદગીનો જંગ લડી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.



ગેબિન રોબર્ટસન ઓસ્ટ્રેલિયાનો પૂર્વ સ્પીનર છે, જેને ટીમ માટે ટેસ્ટ અને વનડેમાં ખાસ પ્રદર્શન કર્યુ હતું. ફેસબુક પર વાયરલ થઇ રહેલી તસવીરમાં ગેબિન રોબર્ટસન ગંભીર હાલતમાં છે, તે હૉસ્પીટલની એક બેડ પર સુતેલો છે અને મેડીકલ ટ્રીટમેન્ટ માટે ઇક્વીપમેન્ટ તેના શરીર લાગેલા છે. ગેબિનનો આ ફોટ જોઇને કોઇપણ હચમચી જઇ શકે છે.



53 વર્ષીય ક્રિકેટર ગેબિનની તસવીર સામે આવ્યા બાદ ક્રિકેટ જગતના દિગ્ગજો, સંબંધીઓ અને ફેન્સ તેની જલ્દીથી સાજા થઇ જવાની પ્રાર્થના કરી રહ્યાં છે. ગેબિન માટે અંદાજે 400થી વધારે મેસેજ દિવસભરના રિસીવ થઇ રહ્યાં છે.