નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શને લઇને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આઉટ થવાથી તે એટલો બધો ગુસ્સો ભરાયો કે તેને ડ્રેસિંગ રૂમની દિવાલ સાથે મુક્કાબાજી કરી નાંખી, ને છેવટે હાથ ફેક્ચર થયો હતો.

રિપોર્ટ પ્રમાણે, મિચેલ માર્શે રવિવારે શેફિલ્ડ શિલ્ડ મેચ દરમિયાન આઉટ થતાં ગુસ્સામાં આવીને ડ્રેસિંગ રૂમની દિવાલ પર એટલી જોરથી મુક્કો માર્યો કે તે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. 27 વર્ષીય ઓલરાઉન્ડર જે હાથે બૉલિંગ કરતો હતો તે હાથ જ ફેક્ચર થઇ ગયો હતો. તે તસ્માનિયા વિરુદ્ધ મેચ રમી રહ્યો હતો.



બીજી ઇનિંગમાં મિચેલ માર્શે અડધીસદી ફટકારી હતી, પણ ઉતાવણમાં રમવા જતાં તેને તસ્માનિયાના જેક્શન બર્ડે આઉટ કરી દીધો હતો, અને મેચ ડ્રૉ થઇ. આ વાતને લઇને મિચેલ માર્શ ગુસ્સે ભરાયો અને ડ્રેસિંગ રૂમની દિવાલ પર મુક્કા મારવા લાગ્યો હતો, એક મુક્કો એટલો જોરથી માર્યો જેના કારણે તેનો હાથ ફેક્ચર થઇ ગયો હતો.

મિચેલ માર્શ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન છે, અને આગામી મેચ વિક્ટૉરિયા સામે રમાવાની છે.