ડેવિડ વૉર્નરે નોંધાવ્યો અનોખો રેકોર્ડ, માત્ર પાંચ ખેલાડીઓ જ કરી શક્યા છે આ પરાક્રમ, જાણો
લંચ પહેલા સદી ફટકારનાર પાંચ ખેલાડીઓ અને રેકોર્ડ... વિક્ટર ટ્રમ્પર (1902) અણનમ 103- ઈંગ્લેંડ વિરુદ્ધ- મેનચેસ્ટર ચાર્લ્સ મેકાર્ટની (1926) અણનમ 112- ઈંગ્લેંડ વિરુદ્ધ- લીડ્સ ડૉમ બ્રેડમેન (1930) અણનમ 105- ઈંગ્લેંડ વિરુદ્ધ- લીડ્સ માજિદ ખાન (1976) અણનમ 108- ન્યુઝીંલેંડ- કરાંચી ડેવિડ વૉર્નર (2017) અણનમ 100- પાકિસ્તાન, સિડની
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૉર્નરે માત્ર 78 બોલનો સામનો કરી 17 ચોગ્ગાની મદદથી પોતાની સદી પુરી કરી હતી. વૉર્નરની આ વિસ્ફોટક બેટિંગ સામે પાકિસ્તાન બોલરો સામે કોઈ જવાબ નહોતો. જો કે સદી પછી 113 રનના સ્કોરે તે વહાબ રિયાજના બોલ પર વિકેટની પાછળ કેચ આઉટ થયો હતો. આ ટેસ્ટ ક્રિકેટમાં વૉર્નરની 18મી સદી હતી. બ્રેડમેને હેડિંગ્લે (ઈંગ્લેંડ) માં રમાયેલી ટેસ્ટ મેચમાં લંચ પહેલા સદી ફટકારી હતી. પરંતુ તે પોતાની ધરતી પર આ રેકોર્ડ નોંધાવી શક્યો નથી. આ મેચમાં બ્રેડમેને 334 રનોની ઈનિંગ રમી હતી. એના પહેલા ટેસ્ટ ક્રિકેટમાં પહેલા સત્રમાં સદી છેલ્લી વખતે 1976માં જોવા મળી હતી. પાકિસ્તાન બેટ્સમેન માજિદ ખાન કરાંચીમાં ન્યૂઝીંલેંડ વિરુદ્ધની મેચમાં પહેલા જ સત્રમાં સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં એક જ સત્રમાં સદી બનાવનાર વૉર્નર માટે નવું નથી. એના પહેલા તેમને 2011માં ભારત વિરુદ્ધ પર્થમાં રમાયેલી ટેસ્ટમાં પણ 69 બોલમાં સદી પુરી કરી હતી.
સિડની: ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં કંગારૂ ટીમના સલામી બેટ્સમેન ડેવિડ વૉર્નરે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે આજ દિવસ સુધી બ્રેડમેન સહિત કોઈ પણ ઑસ્ટ્રેલિયન ખેલાડી પોતાના ઘરઆંગણે નોંધાવી શક્યો નથી. વૉર્નરના નામે આ મેચમાં એક અનોખો રેકોર્ડ નોંધાયો છે. સિરીઝની છેલ્લા ટેસ્ટ મેચના પહેલા દિવસે વૉર્નરે વિસ્ફોટક બેટિંગ કરતા લંચ સુધીના ટાઈમમાં સદી પુરી કરી હતી. આવો રેકોર્ડ ક્રિકેટ ઈતિહાસમાં માત્ર પાંચ બેટ્સમેન જ બનાવી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -