વોર્નર-સ્મિથ વિના પણ ઓસ્ટ્રેલિયન ટીમ છે ખતરનાક, સાચવીને કરવો પડશે પ્રવાસઃ ભુવનેશ્વરકુમાર
ભુવીએ કહ્યું વોર્નર અને સ્મિથ ટીમમાં નથી એટલે એવું નથી કે ટીમ નબળી પડી જશે, તેમની જગ્યાએ જે બેટ્સમેનો રમી રહ્યાં છે તે પણ શાનદાર છે.
ભુવીને લાગે છે કે, યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા ભલે પોતાના બે સ્ટાર ખેલાડીઓ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વિના મેદાનમાં ઉતરશે, આ પ્રવાસ ટીમ ઇન્ડિયા માટે ખાસ પડકારજનક રહેશે, કેમકે કોઇપણ વિદેશ પ્રવાસ આસાન નથી હોતો.
ભુવીએ વધુમાં કહ્યું કે, જ્યારે જ્યારે દેશની બહાર રમવાનું હોય છે તો તેનો ઘરેલુ વાતાવરણનો લાભ યજમાન ટીમને વધુ મળે છે. જ્યારે પ્રવાસ કરનારી ટીમને પરિસ્થિતિઓને અનુકુળ થવાની જરૂર પડે છે. ખાસ કરીને બૉલરો માટે સ્થિતિ આસાન નથી હોતી, કેમકે બૉલમાં વધારે મૂવમેન્ટ નથી હોતી.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવાની છે, તે પહેલા ભારતના ઘાતક ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારે માન્યું છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ ટીમ ઇન્ડિયા માટે પડકારોભર્યો રહેશે.