Alyssa Healy demands IPL for Women: આઇપીએલની બે નવી ટીમો અમદાવાદ અને લખનઉની જાહેરાત બાદ ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર અલિસા હીલીએ આજે મહિલાઓ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) કરાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે આરપીએસજી ગૃપે 7090 કરોડ રૂપિયામાં લખનઉ ટીમ અને સીવીસી કેપિટલ્સે  5625 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમને પોતાના નામે કરી હતી.  


ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે મહિલા ટી20 ચેલેન્જ 2020 સિઝન ન હતી થઇ, જ્યારે આઇપીએલની 2021ની સિઝન ભારત બાદ બીજા ફેસમાં યુએઇમાં રમાડવામાં આવી. આવામાં 2021 મહિલા ટી20 ચેલેન્જને લઇને હજુ સુદી કોઇ જાણકારી સામે આવી નથી.  


અલિસા હીલીએ ગુરુવારે ધ ઓસ્ટ્રેલિયન સાથે વાતચીતમાં કહ્યું- આ વ્યક્તિગત રીતે નિરાશાજનક હતુ કે તેને મહિલાઓ તેમને મહિલાઓની રમતને સ્થગિત કરી દીધી. તેને આઇપીએલને લઇને કહ્યું કે જેમ આ બીજા ફેસમાં ટી20 વર્લ્ડકપની નજીક રમાડવામાં આવી, તે રીતે મહિલા ટી20 ચેલેન્જ ટૂર્નામેન્ટને રમાડી શકાતી હતી. તેને આગળ કહ્યું - હું આશા રાખુ છે કે ભવિષ્યમાં બીસીસીઆઇ મહિલા આઇપીએલ રમાડવા પર વિચાર કરશે. 




સબા કરીમે કહી હતી આ વાત- 
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI) માં મહિલા ક્રિકેટના પૂર્વ પ્રમુખ સબા કરીમે તાજેતરમાં જ કહ્યું હતુ કે બોર્ડ મહિલા આઇપીએલનુ આયોજન કરશે, પરંતુ હજુ પ્રતિભાઓને શોધવા માટે મજબૂત માળખાની જરૂર છે. વળી મહિલા આઇપીએલ માટે કેટલાક દિગ્ગજો એ પણ તર્ક આપે છે કે હજુ ઘરેલુ સ્તર પર પસંદગી માટે પર્યાપ્ત ખેલાડી નથી. 


કોણ છે એલિસા હીલી 
એલિસા હિલી ઓસ્ટ્રેલિયન બૉલર મિશેલ સ્ટાર્કની પત્ની છે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની વિકેટકીપર બેટ્સમેન એલિસા હિલી મિશેલ સ્ટાર્કની પત્ની છે, તે તો બધા જાણે છે, પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે એલિસા હિલી પૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર ઇયાન હિલીની ભત્રીજી પણ છે.
હાલની ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને વિકેટકીપર એલિસા હિલી પૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર ઇયાન હિલીની ભત્રીજી છે.
ઇયાન હિલી ઓસ્ટ્રેલિયાના પૂર્વ ધાકડ વિકેટકીપર બેટ્સમેન હતા.