ઑસ્ટ્રેલિયાને 5-0 થી હરાવીને સાઉથ આફ્રિકાએ કર્યું 'ક્લીન સ્વીપ'
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાન ટીમની શરૂઆત સારી નહોતી રહી. આફ્રિકાની શરૂઆતની ત્રણ વિકેટ સસ્તામાં પડી ગઇ હતી. ઓપનર બેસ્ટમેન હાશિમ આમલા 25, ક્વિંટન ડી કૉક 12 અને કેપ્ટન ડૂ પ્લેસી 11 (52) સ્કોર પર આઉટ થઇ ગયા હતા.
વૉનરને સીરિઝમાં સારા પ્રદર્શન માટે મેન ઑફ થી સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.
શરુઆતી વિકેટ ગુમાવ્યા બાદ ઇનિંગ્સ સંભાળતા રાયલી રૂસો અને જેપી ડ્યૂમિનીએ ઇનિંગ્સ સંભાળી હતી. અને રૂસોએ 128 બોલનો ઉપયોગ કરીને 14 ચોકા અને 2 સિક્સર મારીને 122 રન ફટકાર્યા હતા. જ્યારે ડ્યૂમિનીએ 73 રન કર્યા હતા.
રમતમાં ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમના ઑપનર બેસ્ટમેન ડેવિડ વૉનરે 136 બોલનો સામનો કરીને 24 ચોકાની મદદથી 173 રન ફટકાર્યા હતા. બીજા છોર પર વૉનરને કોઇનો સાથ ના મળતા સમગ્ર ટીમ 296 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી.
જો કે દક્ષિણ આફ્રિકાએ છેલ્લા થોડી ઓવરમાં જલ્દી-જલ્દી વિકેટ ગુમાવી હતી. તેમ છતા તે મોટો સ્કોર કરવામાં સફળ રહ્યા હતા. ઑસ્ટ્રેલિયા માટે ટ્રીમેન અને મેનીએ ત્રણ-તર્ણ વિકેટ ઝડપી હતી. જ્યારે સ્કૉટ અને બોલેન્ડને બે-બે વિકેટ મળી હતી.
કેપટાઉનઃ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી છેલ્લી વનડે મેચમાં સાઉથ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાને 31 રનથી હરાવીને પાંચ મેચની સીરિઝ પર 5-0 થી કબ્જો કરી લીધો હતો. ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ ઇતિહાસમાં ટીમ ઑસ્ટ્રેલિયા પહેલી વાર વ્હાઇટ વૉસ થઈ હતી.
રૂસો અને ડ્યૂમિનીન ધમાકેદાર બેટિંગની મદદથી સાઉદ આફ્રિકાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 327 રન કર્યા હતા. આ સાથે જ સાઉથ આફ્રિકા તફરથી ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 વિકેટની સૌથી મોટી ભાગીદારી હતી.