દુબઇઃ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ રહેલી પોતાની પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચમાં પાકિસ્તાને 3 વિકેટે 579 રને પ્રથમ ઇનિંગ ડિક્લેર કરી હતી. પાકિસ્તાન તરફથી ઓપનર અઝહર અલીએ અણનમ 302 રન બનાવ્યા હતા. અઝહર ત્રેવડી સદી ફટકારનારો ચોથો પાકિસ્તાની પ્લેયર બન્યો હતો. અઝહરે 469 બોલમાં 302 રન બનાવ્યા હતા. ડે નાઇટ ટેસ્ટ છે પિંક બોલથી રમાય છે. જેના જવાબમાં બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઇન્ડીઝે 1 વિકેટે 69 રન બનાવ્યા હતા.
અઝહર પાકિસ્તાન તરફથી સૌથી વધારે રન બનાવનારો ચોથો બેટ્સમેન બન્યો હતો. પાકિસ્તાન તરફથી સૌથી વધારે 337 રન બનાવવાનો રેકોર્ડ હનીફ મોહમ્મદના નામે હતો. આ સિવાય પાકિસ્તાન તરફથી ઇન્ઝમામ ઉલ હક (329 રન) અને યૂનિસ ખાને (313 રન) ત્રેવડી સદી ફટકારી છે.