વર્લ્ડ કપ 2019ની સૌથી ચર્ચિત ભારત-પાકિસ્તાનની મેચ રવિવારે રમાવાની છે ત્યારે દુનિયાભરના ક્રિકેટ રસિયાઓની આ મેચ પર ખાસ નજર રહેશે. આ ચર્ચાઓની વચ્ચે પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો વીડિયો જોઈ મેચની તૈયારી કરી રહ્યો છે.
બાબરે ઈંગ્લેન્ડની સામે મળેલી જીતમાં 63 રન બનાવ્યા હતા. તેણે શુક્રવારના રોજ પત્રકારોને કહ્યું હતું કે, હું કોહલીની બેટિંગ જોવું છું. તેઓ વિભિન્ન સ્થિતિમાં કેવી રીતે રમે છે. હું તેમને જોઈને ઘણું બધું શીખવાની કોશિષ કરી રહ્યો છું.
બાબર આઝમે કહ્યું હતું કે, ભારત માટે તેમણે કેટલી વિજયી ઈનિંગ્સ રમી છે. હું પણ પાકિસ્તાન માટે આમ કરવા માંગું છું. તેણે એમ પણ કહ્યું હતું કે, તેમની ટીમ બે વર્ષ પહેલાં ભારત પર ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં મળેલી જીતમાંથી પ્રેરણા લેશે.
બાબરે કહ્યું હતું કે, આ જીત હંમેશા માટે અમારા જેહનમાં રહેશે અને તેનાથી મોટી પ્રેરણા શું હશે. અમે આ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ ખૂબ જ રોમાંચક હશે અને આખી દુનિયાની નજર તેમના પર લાગેલી હશે.
Ind Vs Pak: પાકિસ્તાનના કયા ખેલાડીએ વિરાટ કોહલી સાથેનું કનેક્શન ખોલ્યું? જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
15 Jun 2019 10:23 AM (IST)
બાબરે ઈંગ્લેન્ડની સામે મળેલી જીતમાં 63 રન બનાવ્યા હતા. તેણે શુક્રવારના રોજ પત્રકારોને કહ્યું હતું કે, હું કોહલીની બેટિંગ જોવું છું. તેઓ વિભિન્ન સ્થિતિમાં કેવી રીતે રમે છે. હું તેમને જોઈને ઘણું બધું શીખવાની કોશિષ કરી રહ્યો છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -