અંગ્રેજી સમાચાર પત્ર ઈકોનોમી ટાઈમ્સ અનુસાર, ત્રણથી ચાર ટકા સ્લોટ વધ્યા છે, જેને પ્રીમિયમ રેટ પર સ્ટાર સ્પોર્ટ્સ વેચી રહ્યું છે. લગભગ 85 ટકા સ્લોટ રૂટિન પ્રક્રિયા હેઠળ બુક થઈ ચુક્યા છે. વેચેલા 15 ટકા સ્લોટ પ્રીમિયમ રેટ પર બુક કરવામાં આવી રહ્યા છે. હવે ત્રણથી ચાર ટકા સ્લોટ બચ્યા છે, જેના માટે 35 લાખ રૂપિયા માગવામાં આવી રહ્યા છે.
જે મેચોમાં ભારત નથી, તેના સ્લોટ છથી સાડા છ લાખમાં વેચાઈ રહ્યા છે. આ આંકડા પરથી માલુમ થાય ઓછે કે, ભારત-પાકિસ્તાન મેચને લઈ સ્પોન્સર અથવા કંપનીઓમાં કેવા પ્રકારની દોડ છે. એટલું જ નહીં મેચ જોવા માટેની ટિકિટમાં પણ લોકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. મેચ માટેની ટિકિટની કિંમત 60 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વર્ષ 2013 બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ બંન્ને દેશો વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાશને કારણે આઇસીસી અને એશિયાઇ ક્રિકેટ કાઉન્સિલ દ્ધારા આયોજીત ટુનામેન્ટમાં જ સામસામે રમે છે.
બ્રિટનમાં લાખોની સંખ્યામાં ભારત અને પાકિસ્તાની મૂળના લોકો રહે છે અને આ કારણે આ મેચની કિંમતો આકાશને આંબી રહી છે. 20 હજારની ક્ષમતાવાળા ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ વિન્ડો ખોલ્યાના થોડી જ મિનિટોમાં વેચાઇ ગઇ હતી. પરંતુ તે સમયે જે લોકોએ ટિકિટ ખરીદી હતી તેઓ હાલમાં તેને ઉંચી કિંમતોમાં વેચીને ભારે નફો કમાઇ રહ્યા છે.