નવી દિલ્હી: ભારતીય પહેલવાન બજરંગ પુનિયા(65 કિગ્રા) અને રવિ કુમાર (57 કિગ્રા)એ 2020માં ટોક્યોમાં યોજનારા ઓલિમ્પિક માટે ક્વાલીફાઈ કરી લીધું છે. બન્ને પહેલવાને વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઈનલ મુકાબલમા જીત સાથે ઓલિમ્પિકની ટિકિટ મેળવી લીધી છે.


ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર બજરંગે ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં કોરિયાના જોંગ ચોલસોનને 8-1થી માત આપીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો. સેમિફાઇનલમાં બજરંગનો સામનો કઝાકિસ્તાનના દાયલેટ નિયાજબેકોવ સાથે થશે.

જ્યારે રવિએ ક્વાર્ટર ફાઇનલમાં પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને 2017ના એશિયાઈ ચેમ્પિયન જાપાનના યૂકી તાકાહાશને 6-1ને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સાથે જ ભારતને ટોક્યો ઓલિમ્પિકકનો બીજો ક્વોટા પણ અપાવ્યો છે અને ઓલિમ્પિક માટે ક્વોલીફાઈ પણ કરી લીધું છે. રવિનો સેમીફાઈનલમાં રશિયાના જવૂર યૂગેવ સાથે મુકાબલો થશે.

મેચ દરમિયાન આ ખેલાડીને આવ્યો ગુસ્સો, એમ્પાયરની સામે જ બૉલ મારીને તોડી નાંખ્યુ સ્ટમ્પ, વીડિયો વાયરલ

ઊંચી એડીના સેન્ડલથી પરેશાન થઈ આ હોટ એક્ટ્રેસ, કેમેરાની સામે જ સેન્ડલ ઉતારીને આપ્યા પોઝ,જુઓ તસવીરો

INDvSA: કોહલીએ નોંધાવ્યો વધુ એક કીર્તિમાન, T20 ક્રિકેટમાં આ સિદ્ધી મેળવનારો બન્યો પ્રથમ ખેલાડી