Bajrang Punia WFI: ભારતીય પહેલાવાર બજરંગ પૂનિયા દિલ્હીના જંતરમંતર પરથી કેન્દ્રીય રમત મંત્રાલય પહોંચી ગયો છે, તે ભારતીય કુસ્તી મહાસંઘને લઇને ચાલી રહેલા વિવાદ બાદ પોતાની માંગો મુકશે. ચેમ્પીયન રેસલ બબિતા ફોગાટ સરકાર અને પહેલવાનોની વચ્ચે મધ્યસ્થા કરશે. તે પહેલાવાનોની માંગો સરકાર સુધી પહોંચાડશે, બબિતા પણ ગુરુવારે સવારે જતંરમંતર પહોંચી, તેનું કહેવુ છે કે, તે પહેલવાનોની દરેક સમસ્યાનો સરકાર સુધી પહોંચાડશે, આ મામલાને લઇને ઘરણાં પર બેસેલા પહેલવાનોએ નવા કુસ્તી મહાસંઘની માંગ કરી છે.
જંતરમંતર પર ધરણા આપી રહેલા બજરંગ પૂનિયા સહિત કેટલાય પહેલવાનો રમત મંત્રાલય પહોંચ્યા, આ દરમિયાન તેમને પોતાની માંગો મુકી, પહેલવાનોનું કહેવું છે કે, હાલના કુસ્તી મહાસંઘને ભંગ કરવામાં આવે, અને નવા મહાસંઘનું ગઠન કરવામાં આવે, પહેલવાનોનું કહેવું છે કે કુસ્તી મહાસંઘ ભ્રષ્ટ લોકોથી ભરેલુ છે. એટલા માટે આને પુરેપુરી રીતે ખતમ કરવુ જરૂરી છે. બજરંગ પૂનિયાએ રમત મંત્રાલય જતા પહેલા કહ્યું કે તે અધિકારીઓ સાથે વાતચીત બાદ આગળની જાણકારી આપશે.
Wrestlers Protest: વિનેશ ફોગાટનો ધડાકો, WFI અધ્યક્ષે અનેક મહિલા ખેલાડીઓનું કર્યું યૌન શોષણ
Vinesh Phogat: દેશની જાણીતિ મહિલા કુસ્તિબાજ વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર ગંભીર આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી છે. વિનેશ ફોગાટે બ્રિજ ભુષણ શરણ સિંહ પર અનેક મહિલા ખેલાડીઓનું શારીરિક શોષણ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ દેશના ટોચના કુસ્તીબાજોએ આજે રાજધાની દિલ્હીના જંતર-મંતર મેદાન ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે.
વિનેશની સાથે અન્ય રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે કુસ્તીબાજ વિનેશ ફોગાટનું કહેવું હતું કે, જ્યાં સુધી પ્રમુખ બદલાશે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. બ્રિજ ભૂષણ સિંહ ભાજપના સાંસદ પણ છે.
ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિયન વિનેશ ફોગાટનું કહેવું છે કે, મહિલા કુસ્તીબાજોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુસ્તી સંઘના પ્રમુખે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે. ફેડરેશન બળજબરીથી ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકે છે જેથી કરીને ખેલાડી રમી ન શકે. જો કોઇપણ ખેલાડીને કંઇક થશે તો તેના માટે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ જવાબદાર રહેશે. જંતર-મંતર ખાતે આ વિરોધ પ્રદર્શનમાં ઓલિમ્પિક મેડલ જીતનાર સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા ખેલાડીઓ સામેલ થયા હતા. લગભગ બે ડઝન કુસ્તીબાજો હડતાળ પર બેઠા હતા.