ઓસ્ટ્રેલિયાના વિકેટકિપરને મોં પર વાગ્યો બોલ, લોહી નીકળતાં લેવા પડ્યા ટાંકા છતાં ન છોડ્યું મેદાન, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, પેનનો દાંત તૂટ્યો નથી અને તે 19 જૂને ત્રીજી વનડેમાં પણ રમશે.
પેનની આ પગલાંની ચોમેર પ્રશંસા થઈ અને તેણે ઈંગ્લેન્ડની ઈનિંગની 50મી ઓવર સુધી બેટિંગ કરી. પરંતુ બેટિંગ દરમિયાન તે નિયમિત ક્રમ કરતાં નીચે બેટિંગ કરવા આવ્યો અને 15 રન બનાવ્યા.
આ કારણે પેનના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. જે બાદ તાત્કાલિક તેને સારવાર આપવામાં આવી. તેના મોંની બહાર અને અંદર ટાંકા પણ લેવા પડ્યા. તેમ છતાં પેન મેદાન બહાર ન ગયો અને દર્દનો સામનો કરીને વિકિટકિપિંગ ચાલુ રાખ્યું.
આ ઘટના ઈંગ્લેન્ડની ઈનિંગની 36મી ઓવરમાં બની હતી. એન્ડ્રયુ ટાઈએ ફેંક્લો લેગ સાઇડનો બોલ પકડવા જતી વખતે જ્યારે વિકેટકિપર ટિમ પેને ડાઇવ લગાવી ત્યારે બોલ જમીન પર પડ્યા બાદ અચાનક ઉછળ્યો અને પેનના મોં સાથ અથડાયો.
જેના કારણે તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. તેમ છતાં પેને મેદાન ન છોડ્યુ અને વિકેટકિપિંગ કરીને શાનદાર કેચ પકડ્યો હતો.
કાર્ડિકઃ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે શનિવારે રમાયેલી બીજી વનડેમાં કાંગારુ ટીમની 38 રનથી હાઈ હતી. પાંચ મેચની વનડે સીરિઝમાં ઓસ્ટ્રેલિયાની આ બીજી હાર છે. આ મેચમાં ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર અને કેપ્ટન ટિમ પેનને એક બોલ મોં પર વાગ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -