બોલ ટેમ્પરિંગઃ વોર્નર અને સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ, IPLમાં નહીં રમી શકે, બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ
સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટના સ્થાને ટીમમાં મેથ્યૂ રેનશો, જો બર્ન્સ અને ગ્લેન મેક્સવેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ટીમના કોચ ડેરેન લેહમનને કોચ પદેથી દૂર કરવામાં આવ્યા નથી. તે કોન્ટ્રાક્ટ પૂરો થવા સુધી કોચ પદે ચાલુ રહેશે. લેહમનને કાવતરાં અંગે કોઈ જાણકારી નહોતી. થોડા સમય પહેલા જ તેમને વર્લ્ડ કપ 2019 સુધી ટીમને કોચિંગની જવાબદારી સોંપવામાં આવી હતી.
કેપ્ટન સ્મિથ, વોર્નર અને કેમરન બેનક્રોફ્ટને પ્રવાસ વચ્ચેથી જ ઓસ્ટ્રેલિયા મોકલવાનો ફેંસલો લેવાયો હતો. તેમણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આચારસંહિતાની કલમ 2.3.5ના ઉલ્લંઘન બદલ દોષી માનવામાં આવ્યા છે.
મેલબોર્નઃ બોલ ટેમ્પરિંગ મામલામાં સામેલ ત્રણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને પ્રવાસની વચ્ચેથી જ સસ્પેન્ડ કરીને પરત સ્વદેશ મોકલી દેવામા આવ્યા બાદ આજે તેમને સજાની જાહેરાત કરવામાં આવી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર પર એક વર્ષનો અને બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સજાની જાહેરાત કર્યા બાદ IPLના કમિશનર રાજીવ શુક્લાએ કહ્યું કે, સ્મિથ અને વોર્નર ચાલુ વર્ષે IPLમાં નહીં રમી શકે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ (સીએ)કોચ ડેરેન લેહમનને ક્લીનચીટ આપી છે. સીએના સીઈઓ જેમ્સ સધરલેન્ડે જણાવ્યું હતું કે આ ઘટના માટે સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરુન બેનફ્રોક્ટ દોષિત છે. આ ત્રણેય ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા પરત ફરવા કહ્યું હતું. હજુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસ પૂરી થઈ નથી. જોકે પ્રારંભિક તપાસમાં ખબર પડી કે સમગ્ર કાવતરું સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રોફ્ટે રચ્યું હતું. આ કાવતરાં અંગે કોઈને જાણકારી નહોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -