બોલ ટેમ્પરિંગને લઇ વોર્નરની પત્નીએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન વોર્નરની પત્ની કેન્ડિસ વોર્નરે સિડની સન્ડે ટેલીગ્રાફને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે, આ તમામ પ્રકરણની જવાબદાર હું છું અને મને આ વાત ખટકી રહી છે. બોલ સાથે છેડછાડ પહેલા ટેસ્ટ શ્રેણીની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે સારા સંબંધ નહોતા. પ્રથમ ટેસ્ટ દરમિયાન વોર્નર અને ક્વિંટન ડીકોક વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેને કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના વિકેટકિપરે તેની પત્નીને લઈ અપશબ્દ કહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્ડિસ ઓસ્ટ્રેલિયાની સર્ફિગ ચેમ્પિયન અને સુપરમોડલ પણ રહી ચુકી છે.
આ કપલને બે દીકરી છે. કેન્ડિસે લગ્ન પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બોલ ટેમ્પરિંગ મામલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ શર્મસાર થયુ છે. આ મામલે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 1 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત બંનેની આઈપીએલ-11માંથી પણ હકાલપટ્ટી કરવામાં આવી છે.
ડેવિડ વોર્નર અને કેન્ડિસના લગ્ન એપ્રિલ 2015માં થયા હતા.
મહત્વપૂર્ણ છે કે ડેવિડ વોર્નરની પત્ની ઘણી સુંદર છે અને ઓસ્ટ્રેલિયામાં પોપ્યુલર છે. કેન્ડિસના વોર્નર સાથે લગ્ન પહેલા 6 અફેર રહ્યાં છે. તેનું ઓસ્ટ્રેલિયન રગ્બી પ્લેયર મેટ હેનજેક, જર્મન ફૂટબોલર બ્રેન અનાસ્ટા, ઓસ્ટ્રેલિયન ફૂટબોલર ડેવિડ કાર્ની, માર્કસ બેગડેટિસ અને મેટ પૂલ સાથે અફેર રહ્યું છે.
ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના બે વરિષ્ઠ અધિકારીઓએ પણ બીજી ટેસ્ટ મેચ દરમિયાન ત્રણ દર્શકો સાથે ફોટો પડાવ્યો હતો. જેમાં કેન્ડિસ વોર્નર સાથે સંબંધના સંદર્ભમાં ઓલ બ્લેક રગ્બી ખેલાડી સોની બિલ વિલિયમ્સનું મુખોટુ પહેરીને મને ચીઢાવતા હતા. ઘુરી રહ્યાં હતા અને ગીત ગાતા હતા. મારે આ બધું ત્યાં બેસીને સહન કરવું પડ્યું.
સિડનીઃ બોલ ટેમ્પરિંગ વિવાદના કારણે ઓસ્ટ્રેલિયાના વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર એક વર્ષના પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ આજે તેની પત્નીએ આ અંગે મોટો ખુલાસો કર્યો હતો. ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસે કહ્યું કે, બોલ સાથે છેડછાડના વિવાદમાં તે ખુદને પણ દોષી માને છે. કેન્ડિસે એક ઓસ્ટ્રેલિયન ચેનલને આપેલા નિવેદનમાં કહ્યું કે, દક્ષિણ આફ્રિકામાં મારી પર થયેલા અંગત હુમલાઓને કારણે વોર્નર ભડકી ગયો હતો જેને કારણે તેને આ પગલુ ભર્યુ અને હવે તેનું પરિણામ ભોગવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -