સ્ટીવ સ્મિથના પિતાએ સ્ટીવની ક્રિકેટ કીટ ઉઠાવીને ગેરેજમાં ફેંકી દીધી, જાણો વિગત
નવી દિલ્લી: બોલ ટેમ્પરિંગના આરોપમાં ફસાયેલા ક્રિકેટર સ્ટીવ સ્મિથ પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઘટનાને લઈને સ્મિથના પિતા પીટરને પણ ખૂબજ આઘાત લાગ્યો છે. સ્મિથના પિતાએ સ્મિથની ક્રિકેટ કીટ ઉપાડીને ગેરેજમાં ફેકી દીધી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝ ચેનલે એક વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં પીટર પુત્ર સ્મિથની ક્રિકેટ કિટ કારમાંથી બહાર કાઢી ગેરેજમાં ફેકતા નજર આવી રહ્યાં છે. અને તેણે કહી રહ્યાં છે કે તેને સજા થશે.
સિ઼ડનીથી આવીને સ્ટીવ સ્મિથે પ્રેસ કૉંફ્રંસ કરી હતી તે દરમિયાન ભાવુક થતા તેણે કહ્યું હતું કે, તમે મને માફ કરો. હું તમને એ જણાવવા માંગુ છુ કે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટનના રૂપમાં તેની તમામ જવાબદારી મારી છે. સ્મિથે કહ્યું મે એક ખૂબ જ ખોટો નિર્ણય કર્યો જેનું પરિણામ આજે મને સમજાઈ રહ્યું છે. સ્મિથે કહ્યું જિંદગીભર આ ભૂલનો પસ્તાવો રહેશે.
હું કોઈને દોષ આપવા નથી માગતો, સ્થિમે રડતા રડતા કહ્યું. ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન તરીકે આ હું સ્વીકારું છું કે તે દિવેસ જે કઈ પણ થયું હતું તેનો હું જવાબદાર છું.
સ્ટીવ સ્મિથ જ્યારે મીડિયા સામે વાત કરતો ત્યારે તેની બાજુમાં ઉભેલા તેમના પિતા ભાંગી પડ્યા હતા. સ્મિથના પિતાએ એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું તેને સજા થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -