બોલ ટેમ્પરિંગ વિવાદઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને લાગ્યો 130 કરોડ રૂપિયાનો ઝટકો, જાણો વિગત
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મોટા કોર્પોરેટ સ્પોન્સર ક્વાન્ટાસ એરવેઝ અને સેનેટેરિયમ બોલ ટેમ્પરિંગ મામલા બાદ નારાજ છે. તેમને કંપનીનું નામ ખરાબ થવાનો ડર લાગી રહ્યો છે. ક્વાન્ટાસ એરવેઝે કહ્યું કે, અમને આ રાષ્ટ્રીય અને પ્રતિષ્ઠિત ટીમ પાસેથી આવી અપેક્ષા નહોતી. સ્મિથ સેનેટરિયમ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને હવે તે પણ સ્મિથને પડતો મૂકી શકે છે. સ્મિથ પર મેચ અધિકારીઓ તથા અન્યોને ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવી હોવાનો પણ આરોપ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલ ટેમ્પરિંગની ઘટનાનું ઓસ્ટ્રેલિયાના ન્યૂઝપેપરમાં આ રીતે કવરેજ કરવામાં આવ્યું હતું.
આ બંને સ્પોન્સર્સ ઉપરાંત એએસઆઈસીએ, કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા, બુપા, સ્પેક્સાવેરસ, ટોયોટા વગેર પણ તેમના કોન્ટ્રાક્ટ પણ રદ કરવાનું વિચારી રહ્યા છે. એટલું જ નહીં બોલ ટેમ્પરિંગ બાદ ઓસ્ટ્રેલિયન ટેલીવિઝન નેટવર્ક સાથે કરેલા 5 વર્ષના ટેલિકાસ્ટ કોન્ટ્રાક્ટ પર પણ ખતરો ઉભો થયો છે.
મેગલને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે ઓગષ્ટ, 2017માં 20 મિલિયન ડોલર (130 કરોડ રૂપિયા)નો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. પરંતુ હવે તે બોલ ટેમ્પરિંગના કારણે રદ કરી દેવામાં આવ્યો છે. એક માહિતી મુજબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અન્ય સ્પોન્સર્સ પણ બોર્ડથી અલગ થવાનું મન બનાવી ચૂક્યા છે.
તેમણે કહ્યું કે, અમારી ભાગીદારી સાચી ભાવનાવાળી રમત અને પ્રતિષ્ઠા, અખંડતા, શ્રેષ્ઠ નેતૃત્વ, સમર્પણ પર આધારિત હતી.ઓસ્ટ્રેલિયન પુરુષોની ટેસ્ટ ક્રિકેટ ટીમે રચેલા કાવતરાંથી દેશની છબી ખરડાઈ છે. ટીમે અયોગ્ય ફાયદો મેળવવા માટે સ્પષ્ટ ઇરાદા સાથે નિયમો તોડ્યા છે.
સિડનીઃ બોલ ટેમ્પરિંગના કારણે સમગ્ર વિશ્વમાં બદનામ થઈ ચૂકેલી ઓસ્ટ્રેલિયાની ટીમનો એક મોટો ઝટકો લાગ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ટોચના સ્પોન્સર મેગલને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે તેમની પાર્ટનરશિપનો અંત લાલી દીધો છે. મેગલનના ચીફ એક્ઝિક્યુટિવ અને સહ સંસ્થાપક હામિશ ડગલાસે આ વાતની પુષ્ટિ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -