IND vs BAN: પ્રદૂષણથી બચવા માસ્ક પહેરી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા બાંગ્લાદેશી ખેલાડી
આ વચ્ચે ટીમ ઇન્ડિયા પણ પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી. જોકે, પ્રેક્ટિસ દરમિયાન એક પણ ખેલાડી કે કોચે માસ્ક પહેર્યો નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાંગ્લાદેશના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે ટીમના મુખ્ય કોચ રસેલ ડોમિંગો અને બોલિંગ કોચ ડેનિયલ વેટ્ટોરી માસ્ક પહેરીને મેદાન પર ઉતર્યા હતા. બાંગ્લાદેશના યુવા ફાસ્ટ બોલર અલ અમીન હુસેન પણ પોતાની બોલિંગ પ્રેક્ટિસ દરમિયાન માસ્કમાં જોવા મળ્યા હતા.
ન્યૂઝિલેન્ડના પૂર્વ કેપ્ટન હાલના દિવસોમાં બાંગ્લાદેશના બોલિંગ કોચ છે. બાંગ્લાદેશના ખેલાડી દિલ્હીના પ્રદૂષણભર્યા માહોલમાં પ્રેક્ટિસ દરમિયાન મેદાનમાં ઉતર્યા તો વેટ્ટોરીએ પણ માસ્ક પહેરી ખેલાડીઓને અભ્યાસ કરાવ્યો હતો.
નવી દિલ્હીઃ રવિવારે ભારત અને બાંગ્લાદેશની ટીમો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ત્રણ ટી-20 મેચની સીરિઝની પ્રથમ મેચ રમવા ઉતરશે. દિવાળી બાદથી જ દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઇ ગઇ છે. એવામાં તમામ લોકો ખતરનાક હવા પ્રદૂષણથી પરેશાન છે. ભારત અને બાંગ્લાદેશની ટીમોએ પોતાના મેચ અગાઉ શુક્રવારે પ્રદૂષણ ભરેલા માહોલમાં પ્રેક્ટિસ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -