ભારત વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સિરીઝ માટે હસન બાંગ્લાદેશી ટીમનો રિઝર્વ ઓપનર હતો. રિપોર્ટ પ્રમાણે સોમવારે ઢાકા રવાનગી વખતે હસનને નેતાજી સુભાષચંદ્ર બોસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. કારણ કે તેની પાસે કાયદેસર વિઝા ન હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના બાદ બુધવારે ઢાકામાં ભારતીય હાઈ કમિશને તેને માન્ય વીઝા આપ્યા હતા. બાંગ્લાદેશી ટીમના કેટલાક ક્રિકેટર્સ રવિવારે રવાના થયા હતા. ટીમના બાકી સભ્યો જેમાં હસન પણ સામેલ હતો. સોમવારે સવારે ફ્લાઇટ પકડવા કોલકાતાના એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાં એરપોર્ટ અધિકારીઓએ બોર્ડિંગ પાસ વખતે જોયું કે તેમની પાસે રવિવાર રાત સુધીના જ માન્ય વીઝા હતા. આ કારણે તેને ફાઇટ બોર્ડ કરવાની મંજૂરી ના મળી અને તેને શહેરમાં જ રોકાવવું પડ્યું. હસનને આ કારણે 21,600 રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો.