DKએ જેની ઓવરમાં 22 રન ઝૂડી મેચ પલટી એ રૂબેલ પર આ હોટ હીરોઈને મૂકેલો રેપનો આરોપ, 3 દિવસ રહેલો જેલમાં, જાણો વિગત
નાજનીન અનુસાર, ફેસબુક દ્વારા તેની હુસેન સાથે મુલાકાત થઇ હતી. બન્ને વચ્ચે આશરે 9 મહિના સુધી સબંધ રહ્યાં હતા. નાજનીનનું કહેવુ છે કે રૂબેલે લગ્નન વાયદો કરીને શારીરિક સબંધ બનાવ્યા હતા પરંતુ બાદમાં તે આ વાયદાથી ફરી ગયો હતો. નાજનીને આ આરોપ પણ લગાવ્યો હતો કે રૂબેલના અન્ય યુવતી સાથે પણ સબંધ હતા. તે જ્યારે તેને લગ્નની વાત કરતી તો રૂબેલ તેને ટાળી નાખતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાજનીને 2013માં બાંગ્લાદેશી ફિલ્મોમાં પર્દાપણ કર્યુ હતું. આ વર્ષે આવેલી તેની ફિલ્મ કિછુ આશા ભાલોબાશા બાંગ્લાદેશમાં ઘણી લોકપ્રિય થઇ હતી. આ ફિલ્મથી તેના નામ સાથે હૈપ્પી શબ્દ જોડાઇ ગયો હતો.
આ પહેલા નાજનીનના વકીલે પણ કહ્યું હતુ કે રૂબેલ પર કોઇ દબાણ નાખવા નથી માંગતો. મહત્વપૂર્ણ છે કે વર્લ્ડકપમાં મોટો ઉલટફેર કરતા બાંગ્લાદેશે ઇંગ્લેન્ડને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં રૂબેલ હુસેને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જો કે વર્લ્ડકપ બાદ નાજનીન ફરી પોતાની વાતથી પલટી ગઇ હતી અને જણાવ્યુ હતુ કે તેને કેસ પરત લીધો નથી.
વર્લ્ડકપ 2015માં સારૂ પ્રદર્શન કરવાને કારણે બાંગ્લાદેશના ક્રિકેટર રૂબેલ હુસેન પર અભિનેત્રી નાજનીન અખ્તરે રેપનો કેસ પરત લઇ લીધો હતો. આ પહેલા જેલ ગયેલા રૂબેલ વર્લ્ડકપની ટીમમાં સિલેક્ટ થતા તેને કોર્ટે જામીન આપ્યા હતા. કેસ પરત લેતી વખતે અભિનેત્રીએ જણાવ્યુ હતુ કે તેને રૂબેલને માફ કરી દીધો છે અને હવે તે તેની વિરૂદ્ધ અદાલત નહી જાય. રૂબેલ ટીમ માટે સારૂ પ્રદર્શન કરી રહ્યોં છે અને તે એમ નથી ઇચ્છતી કે તેની પર કોઇ પણ પ્રકારનું દબાણ આવે.
8 જાન્યુઆરી 2015એ ઢાકાની એક કોર્ટે રૂબેલની જામીન અરજી નકારી તેને જેલમાં મોકલી દીધો હતો. ત્યાં આ પૂરા મામલામાં રૂબેલ હુસેનનું કહેવુ હતુ કે નાજનીન તેને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેને લગ્નનો કોઇ વાયદો ન કર્યો હોવાનું પણ જણાવ્યુ હતું. જોકે નાજનીને કેસ પરત લેવા માટે શરત રાખતા જણાવ્યુ હતુ કે જો રૂબેલ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે તો તે ફરિયાદ પરત લઇ શકે છે.
કોર્ટે પોલીસના રિપોર્ટને સ્વીકાર કરતા ક્રિકેટરને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધો હતો. સાથે જ કોર્ટે અભિનેત્રીના આ નિર્ણયને ન માનવા સબંધિ અરજી પણ નકારી દીધી છે. આ દરમિયાન બન્ને અદાલતમાં હાજર હતા. અભિનેત્રીના વકીલે જણાવ્યુ કે આ નિર્ણય વિરૂદ્ધ તેઓ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરશે. નાજનીન અખ્તર નામની આ અભિનેત્રીએ 19 ડિસેમ્બર 2014એ રૂબેલ પર લગ્નનો જૂઠો વાયદો કરીને બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તે બાદ પોલીસે ફરિયાદ દાખલ કરીને મામલાની તપાસ શરૂ કરી હતી.
જોકે બાંગ્લાદેશની અદાલતે રૂબેલ હુસેન પર લાગેલા બળાત્કારના આરોપોમાંથી મુક્ત કરી દીધો હતો. મહત્વપૂર્ણ છે કે બાંગ્લાદેશની અભિનેત્રીનું કહેવુ છે કે તે આની વિરૂદ્ધ ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે.પોલીસને તપાસમાં રૂબેલ વિરૂદ્ધ લાગેલા આરોપોનો કોઇ પૂરાવો મળ્યો નથી.
આ મેચમાં અંતિમ બે ઓવરમાં 34 રનની જરૂર હતી અને કાર્તિક બેટિંગમાં આવ્યો હતો. તે 19મી ઓવરના પ્રથમ બોલ પર સ્ટ્રાઈક પર આવ્યો હતો અને સિક્સર ફટકારી હતી. ત્યારબાદ બાઉન્ડ્રી અને તે પછીના બોલે વધુ એક સિક્સર ફટકારીને ભારત પરથી દબાણ હળવું કર્યું હતું. આ જ ઓવરના અંતિમ બોલ પર તેણે વધુ એક બાઉન્ડ્રી ફટકારી હતી. રૂબેલ હુસૈનની તે ઓવરમાં 22 રન આવ્યા હતા. ઉલ્લેખનીય છે રૂબેલ હુસૈન સામે આ પહેલા એક 19 વર્ષની એ કટ્રેસે રેપનો આરોપ લગાવ્યો હતો.
નવી દિલ્હીઃ અંતિમ બોલ સુધી રસાકસી ભરેલી ફાઈનલમાં દિનેશ કાર્તિકે તોફાની બેટિંગ કરીને અંતિમ બોલે સિક્સર ફટકારી ભારતને નિદાહાસ ત્રિકોણીય ટી20 ક્રિકેટ શ્રેણીમાં ચેમ્પિયન બનાવ્યું હતું. રવિવારે અહીં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ફાઈનલ અંતિમ બોલ સુધી રોમાંચક બની ગઈ હતી. ભારતને વિજય માટે એક બોલમાં પાંચ રનની જરૂર હતી અને દિનેશ કાર્તિકે સિક્સર ફટકારીને ભારતને ચાર વિકેટે વિજય અપાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -