એશિયા કપની હારનો બદલો લેવા બાંગ્લાદેશી હેકર્સે કોહલી સાથે કરી આવી હરકત, જાણો વિગતે
આ ડિસીઝનને લઇને બાંગ્લાદેશી ફેને સોશ્યલ મીડિયામાં ખુબ નારાજગી વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશી ફેન્સનો આરોપ છે કે લિટન દાસનો પગ ક્રિઝની લાઇન પર હતો અને તેને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યા હતો, જેના કારણે બાંગ્લાદેશ હારી ગયુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ એશિયા કપની ફાઇનલમાં છેલ્લા બૉલે હારેલા બાંગ્લાદેશની ટીમને પ્રથમ વખત એશિયા કપ ના જીતી શકવાનો ગમ છે, ત્યારે આ હારથી ઉશ્કેરાયેલા અને ગુસ્સે ભરાયેલા એક બાંગ્લાદેશી હેકર્સે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટની વેબસાઇટ હેક કરી લીધી છે. સાઇબર સિક્યૂરિટી એન્ડ ઇન્ટેલિજન્સ (CSI) એ એશિયા કપ ફાઇનલમાં 'રૉંગ ડિસીઝન'નો આરોપ લગાવતા સત્તાવાર વેબસાઇટ હેક કરી લીધી હતી.
ઢાકા ટ્રિબ્યૂનલના રિપોર્ટ અનુસાર, કોહલીની સાઇટ હેક કરવાનુ મુખ્ય કારણ એશિયા કપ ફાઇનલમાં 117 બૉલમાં 121 રનની ધારદાર શતકીય ઇનિંગ રમનારા લિટન દાસને ધોનીના હાથે સ્ટમ્પ આઉટ કરાવાનું માનવામાં આવે છે.
લિટન દાસના નિર્ણયને લઇને ગુસ્સે ભરાયેલા હેકર્સ ગ્રુપે વિરાટ કોહલીની વેબસાઇટ હેક કરી લીધી, જોકે, કોહલી આ ટૂર્નામેન્ટમાં રમ્યો પણ નથી. હેકર્સ કોહલીની સાઇટ હેક કર્યા પછી તેના પર ત્રણ તસવીરો પૉસ્ટ કરી, જેમાં લિટન દાસને આઉટ હોવાના નિર્ણય પર નારાજગી દર્શાવતા આઇસીસી અને ભારતીય ક્રિકેટ ટીમને સવાલ પુછ્યો છે અને કહેવામાં આવ્યુ છે કે હવે ક્રિકેટ હવે જેન્ટલમેન ગેમ રહી નથી કે શું.
આ ડિસીઝનને લઇને બાંગ્લાદેશી ફેને સોશ્યલ મીડિયામાં ખુબ નારાજગી વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશી ફેન્સનો આરોપ છે કે લિટન દાસનો પગ ક્રિઝની લાઇન પર હતો અને તેને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યા હતો, જેના કારણે બાંગ્લાદેશ હારી ગયુ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -