દર મહિને હસીન જહાંને શમી આપતો હતો આટલા રૂપિયા, બેન્ક સ્ટેમેન્ટ થયું વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની જિંદગીમાં એક પછી એક સમસ્યાઓ આવવાતી જ રહે છે. શમીના પારિવારિક સંબંધોમાં વિવાદ એટલે વકર્યો છે કે તેમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યાં છે. હવે તાજેતરમાં એક બેન્ક સ્ટેટમેન્ટ વાયરલ થઇ રહ્યું છે જેમાં શમી હસીન જહાને કેટલા રૂપિયા દર મહિને આપે છે તેની વિગત છે.
શમીના બેન્ક સ્ટેટમેન્ટમાં આ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે એક ચેક જેનો નંબર 303718 છે, હસીનના એકાઉન્ટમાં ક્રેડિટ થઇ ગયા જ્યારે બીજો ચેક રોકી દેવામાં આવ્યો કે એક લાખ રૂપિયા મહિના માટે પુરતા છે.
આનાથી પરેશાન થઇને હસીને શમી પર આરોપ લગાવ્યો કે શમીએ બાળક અને ઘર ખર્ચના પૈસા કાઢવા પર પણ રોક લગાવી દીધી. બીજા દિવસે શમીએ ખુલાસો કર્યો કે હસીન જહાં એક-એક લાખ રૂપિયાના બે ચેક લઇને બેન્ક ગઇ હતી અને તેને એક લાખ રૂપિયા ખાતામાંથી કાઢ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હસીન જહાં પોતાના પતિ શમીનું જ ડેબિટ કાર્ડ યૂઝ કરી રહી હતી, જોક શમીએ પોતાના બેન્ક એકાઉન્ટમાં લેવડદેવડને લઇને રોક લગાવી દીધી.
તાજેતરમાં જ શમીએ પત્ની હસીન જહાં દ્વારા પોતાના પર લગાવેલા બેન્ક ખાતા બ્લૉક કરવાનો આરોપ પોતાના પક્ષમાં રાખતા કહ્યું કે, હસીન જહાંએ તાજેતરમાં જ એક લાખ રૂપિયા ખાતામાંથી કાઢ્યા અને બીજો ચેક કેશ પણ નથી થવા દીધો, કેમકે ઘર ખર્ચ માટે 1 લાખ રૂપિયા મહિના માટે પુરતા હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -