ભારતના ક્યા મહાન ક્રિકેટરે ચેતેશ્વર પૂજારાને વિરાટ કોહલી જેટલો જ સારો ખેલાડી ગણાવ્યો ? જાણો વિગત
ભારત માટે માત્ર 5 વનડે રમનારા પૂજારાએ કહ્યું કે, “ખુદને વન-ડે અને ટી-20માં શ્રેષ્ઠ બનાવવા માટે હવે મેં હવામાં ઉછાળીને મારવામાં આવતા શોટ રમવાનું શરૂ કર્યુ છે. પાંચ-છ વર્ષ પહેલા હું આવા શોટ રમતો નહોતો.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજારાએ કહ્યું કે, “હું હવામાં ઉછાળીને મારવામાં આવતા ફટકા અને સ્વીપ શોટની પ્રેક્રિટસ કરી રહ્યો છું. આ પ્રેક્ટિસ ટેસ્ટ માટે નહીં પરંતુ ટી20 માટે કરી રહ્યો છું. જો તમારે કોઈ એક ચીજમાં શ્રેષ્ઠ સાબિત થવું હોય તો શોટ્સ રમવાની જરૂર પડે છે.”
ભારતીય ક્રિકેટ ટીમમાં ટેસ્ટ મેચમાંથી ધ વોલ તરીકે ઓળખાતાં રાહુલ દ્રવિડની નિવૃત્તિ બાદ પૂજારાએ આ સ્થાન ભરી દીધું છે. તે પણ પહેલા સેટ થવામાં ઘણા બોલ લે છે.
ગાંગુલીએ કહ્યું, “સર્વશ્રેષ્ઠ ટીમમાં ત્રણ નંબર પર સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રમે છે. જ્યારે ભારત તેના સારા તબક્કામાં હતું ત્યારે દ્રવિડ નંબર ત્રણ પર હતો. આજે ભારત વિદેશમાં સર્વશ્રેષ્ઠ રમે છે તો પૂજારા નંબર ત્રણ પર રમે છે.”
ગાંગુલીએ જણાવ્યું કે, “પૂજારાના ટેસ્ટ રેકોર્ડ પર નજર કરો. 57 મેચ બાદ તેના નામે 14 સદી બોલે છે. તેની ક્યારેય ચર્ચા થતી નથી. વિરાટ કોહલીની સાથે આ ટીમમાં તેનો રેકોર્ડ કોઈપણ ખેલાડી જેટલો જ સારો છે. તે જૂના જમાનાના ક્રિકેટર જેવો છે. તે સતત મહેનત કરતો રહે છે અને મેચ જીતાડે છે.”
કોલકાતાઃ ટેસ્ટ ક્રિકેટમાં ચેતેશ્વર પૂજારા વિરાટ કોહલી જેટલો જ સારો બેટ્સમેન હોવાનું ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું. કોલકતામાં પોતાના પુસ્તક ‘એ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ’ના લોન્ચિંગ સમારંભ દરમિયાન તેમણે કહ્યું, “પૂજારા જૂના જમાનાના ખેલાડીઓ જેવો છે. તે આકરી મહેનત કરવાનું ચાલુ રાખે છે અને બાદમાં સારું પ્રદર્શન કરે છે.”
“પૂજારા બોલની ચમક ખતમ કરી દે છે અને સ્ટ્રોક લગાવવા માટે બેટિંગ સરળ કરી આપે છે. ટેસ્ટ ટીમમાં તે કોહલી જેટલો જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેના પર કોઇનું ધ્યાન જતું નથી.”
ગાંગુલીની પ્રશંસા પર પૂજારાએ કહ્યું, “હું હાલમાં પણ જૂની ઢબે રમવાનું પસંદ કરું છું. ક્રિઝ પર વધારે સમય ગાળવો, સ્થિતિને સમજવી અને પછી રન બનાવવા. તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે 54 બોલ રમ્યા બાદ પ્રથમ રન કરનર પૂજારાએ કહ્યું, જ્યારે એકવાર તમે પરિસ્થિતિમાં સેટ થઈ જાવ અને બોલર શું કરવાની કોશિશ કરી રહ્યો છે તે જાણી લીધા બાદ એક અલગ ઝોનમાં આવી જાવ છે.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -