IPLના સ્ટાર બોલરના નામે બન્યો શરમજનક રેકોર્ડ, જાણો ચાર ઓવરમાં કેટલા રન લૂંટાવ્યા ?
આ અગાઉ આઇપીએલમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ઇશાંત શર્માના નામે હતો. જેણે વર્ષ 2013માં ચેન્નઇ સુપરકિંગ્સ સામેની મેચમાં ચાર ઓવરમાં 66 રન આપ્યા હતા.
ઓવરઓલ ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ એસ.સ્ટાલેયિન ટીમના ખેલાડી સરમદ અનવરના નામે છે. તેણે 2011માં લાહોર લાઇન વિરુદ્ધ પોતાની ચાર ઓવરમાં 81 રન આપ્યા હતા. બીજો નંબર બેન સેન્ડરસનનો આવે છે જેણે ચાર ઓવરમાં 77 રન આપ્યા હતા.
આ યાદીમાં પાંચમા ક્રમે અશોક ડિંડાનો નંબર આવે છે. ડિંડાએ 2013માં મુંબઇ સામે ચાર ઓવરમાં 63 રન અપાવી દીધા હતા. છઠ્ઠા સ્થાને વરુણ એરોનનો આવે છે તેણે ચાર ઓવરમાં 63 રન લૂંટાવ્યા હતા. તેણે ચેન્નઇ સામે ચાર ઓવરમાં 63 રન આપ્યા હતા,
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનની 51મી મેચમાં હૈદરાબાદના ઝડપી બોલર બાસિલ થમ્પીએ શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં થમ્પી આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વિરુદ્ધ રમાયેલી મેચમાં થમ્પીએ ચાર ઓવરમાં 70 રન આપ્યા હતા. આ સાથે તે આઇપીએલમાં સૌથી વધુ રન આપનારા બોલર્સની યાદીમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગયો છે. તે સિવાય ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન આપનારા બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
આઇપીએલમાં સૌથી વધુ રન આપનારા બોલરોની યાદીમાં ત્રીજા ક્રમે ઉમેશ યાદવ આવે છે. તેણે 2013માં દિલ્હી તરફથી રમતા બેગ્લોરની સામે ચાર ઓવરમાં 65 રન આપ્યા હતા. ત્યારબાદનો ક્રમ સંદીપ શર્માનો આવે છે જેણે પંજાબ તરફથી રમતા 2014માં હૈદરાબાદ સામેની મેચમાં ચાર ઓવરમાં 65 રન આપ્યા હતા.
આ સીઝનમાં થમ્પી ચોથી મેચ રમી રહ્યો હતો. આ મેચમાં થમ્પીને બેગ્લોરના બેટ્સમેનોએ સેટ થવાની તક આપી નહોતી. થમ્પીની પ્રથમ ઓવરમાં એબી ડિવિલિયર્સ અને મોઇન અલીએ ખૂબ ધોલાઇ કરી હતી.
ગઇકાલે હૈદરાબાદ આ સીઝનમાં પોતાની 13મી મેચ રમી રહી હતી. હૈદરાબાદ પ્લે ઓફમાં અગાઉથી જ પ્રવેશી ચૂકી છે એવામાં તેણે ઝડપી બોલર ભુવનેશ્વરના સ્થાને થમ્પીને પ્લેઇગ ઇલેવનમાં રમવાની તક આપી હતી.