નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય મહિલા ટીમ વેસ્ટ ઇન્ડિઝ સાથે ત્રણ વનડે અને પાંચ ટી20 મેચની સીરિઝ રમશે. સીરિઝની શરૂઆત 1 નવેમ્બરથી શરૂ થશે. જ્યારે સીરિઝનીની અંતિમ મેચ 20 નવેમ્બરે રમાશે.


ભારતીય મહિલા ટીમની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ જેણે હાલમાં જ ટી20 ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. તે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર વનડેમાં કપ્તાની કરશે. જ્યારે હરમનપ્રીત કોર ટી20 ટીમનું નેતૃત્વ કરશે. હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તમાન સમયમાં દક્ષિણ આફ્રિકા સામે સીરીઝ રમી રહી છે.


હાલ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે છે. જ્યાં બન્ને ટીમો વચ્ચે પાંચ ટી20 અને ત્રણ વનડે મુકાબલા રમાવાના છે. આ સીરિઝની પ્રથમ ટી20 મેચ ભારતીય ટીમે 11 રનોથી જીત હતી. જ્યારે બીજી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમ આ પ્રમાણે છે.

વનડે ટીમ: મિતાલી રાજ(કેપ્ટન), હરમનપ્રીત કૌર(ઉપ-કેપ્ટન), સ્મૃતિ મંધાના, જેમીમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂનમ રાઉત, હેમલથા, ઝુલણ ગોસ્વામી, શિખા પાંડે, માનસી જોશી, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, રાજેશ્વરી ગાયકવાડ, તાનિયા ભાટિયા(વિકેટકિપર), પ્રિયા પુનિયા, સુષમા વર્મા

ટી20 ટીમ: હરમનપ્રીત કૌર(કેપ્ટન) , સ્મૃતિ મંધાના, જેમીમા રૉડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા , રાધા યાદવ, વેદા કૃષ્ણામૂર્તી, અનુજા પાટિલ, શિખા પાંડે, માનસી જોશી, પૂનમ યાદવ, પુનમ યાદવ,તાનિયા ભાટિયા(વિકેટકિપર)