નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)સીઝન 13ની શરૂઆત 29 માર્ચથી થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL 2020ના ટાઈમટેબલની જાહેરાત કરી દીધી છે. આ સીઝનનો પ્રથમ મુકાબલો ગત વર્ષની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલની ફાઈનલ મેચ 24 મેં ના રોજ રમાશે.


ટૂર્મામેન્ટ 57 દિવસ સુધી ચાલશે. આ સીઝનમાં માત્ર 6 મેચ દિવસે રમાશે બાકીની તમામ મેચ નાઈટમાં રમાશે. આ સીઝનમાં મોટો ફેરફાર કરતા બોર્ડે શનિવારે બે મેચ નહીં રમાડવાનો નિર્ણય કર્યો છે. બપોરે 6 મેચ રમાશે જે રવિવારે જ રમાશે. આઈપીએલની આ સીઝનમાં પણ 8 ટીમ ભાગ લઈ રહી છે.



આઈપીએલના રાઉન્ડ લીગની શરૂઆત 29 માર્ચથી થશે. રાઉન્ડ લીગની અંતિમ મેચ 17 મેના રોજ મુંબઈ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તેના બાદ નોકઆઉટ મુકાબલા થશે જેનો શિડ્યૂલ હાલમાં બીસીસીઆઈએ જાહેર કર્યો નથી.