મુંબઈઃ બેંક ગ્રાહકોને ATMથી રૂપિયા ઉપાડવા પર ચાર્જ ચૂકવવો પડી શકે છે. ATM ઓપરેટર એસોસિએસને રિઝર્વ બેંકને પત્ર લખ્યો છે. જેમાં રોકડ ઉપાડ માટે લાગતા ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની માગ કરી છે. કહેવાય છે કે, RBI દ્વારા નિમવામાં આવેલ કમિટીના રિપોર્ટને લાગુ કરવામાં આવી શકે છે.

ATMમાંથી રોકડ ઉપાડની ફીસ વધારવા માગે છે ઓપરેટર

ATM ઓપરેટર એસોસિએશને રિઝર્વ બેંકને પત્ર લખીને કહ્યું કે, ઇન્ટરચેન્જ ફી ઓછી હોવાને કારણે તેમને ભારે ખોટ અને કારોબારમાં નુકસાન થઈ રહ્યું છે. હાલમાં જ રિઝર્વ બેંકે સુરક્ષા પર વધારે ભાર મુકવા માટે એટીએમ ઓપરેટરને આદેશ આપ્યા છે. તેના કારણે પણ તેમનો ખર્ચ વધી ગયો છે. આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર એટીએમ ઓપરેટરે પ્રતિ ટ્રાન્ઝેક્શન 15 રૂપિયા ઇન્ટરચેન્જ ફી તરીકે મળે છે. RBIના ડેટા અનુસાર હાલમાં દેશભરમાં 2.27 લાખ એટીએમ સંચાલિત છે.

ઓપરેટરોની માગને જોતા આરબીઆઈ એક કમિટીની રચના કરી હતી. સૂત્રો અનુસાર કમિટી ટૂંકમાં જ આરબીઆઈને પોતાની ભલામણો સોંપશે. કહેવાય છે કે, રિઝર્વ બેંકની લીલી ઝંડી મળ્યા બાદ પ્રસ્તાવોને લાગુ કરવામાં આવશે.

RBI દ્વારા બનાવવામાં આવેલ કમિટીના રિપોર્ટ પર નિર્ણય લેવાનું દબાણ

ATM ઓપરેટર એસોસિએશને ઉપાડ પર ફીને કારણે પોતાના કારોબાર પર પડનારા ભારનું તર્ક આપ્યું છે. ભારતના એટીએમ ઓપરેટરના સંગઠને રિઝર્વ બેંકને એક પત્ર લખ્યો છે જેમાં ગ્રાહકો તરફથી રોકડ ઉપાડ માટે લાગતી ઇન્ટરચેન્જ ફી વધારવાની માગ કરી છે.

ATM સંચલાનને લઈને ઓપરેટરનું માનવું છે કે ઇન્ટરચેન્જ ફી ઓછો હોવાને કારણે દેશમાં નવું એટીએમ મશીન લગાવવાની સ્પીડ પર અસર પડે છે. સૂત્રો અનુસાર કમિટી ટૂંકમાં જ આરબીઆઈને પોતાની ભલામણો સોંપશે. કહેવાય છે કે, રિઝર્વ બેંક તરફતી લીલી ઝંડી બાદ પ્રસ્તાવોને લાગુ કરવામાં આવશે. આ પહેલા આરબીઆઈની એક ઉચ્ચસ્તરીય સમિતિએ દેશમાં એટીએમની સંખ્યા વધારવા માટે કેટલીક ભલામણો કરી હતી.