મુંબઇઃભારતીય ક્રિકેટ બોર્ડે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ રહેલી પાંચ વન-ડે સીરિઝની બાકીની ત્રણ વન-ડે મેચ માટેની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારની ટીમમાં વાપસી થઇ છે જ્યારે મોહમ્મદ શમીની ટીમમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે અત્યાર સુધી બે વન-ડે મેચ રમાઇ ચૂકી છે જેમાં પ્રથમ વન-ડે મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો જ્યારે બીજી વન-ડે મેચ ડ્રો રહી હતી.

ટીમ ઇન્ડિયાઃ

વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, રિષભ પંત, એમએસ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, ઉમેશ યાદવ, કે.એલ રાહુલ, મનીષ પાંડે