ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં થશે DRSનું ટ્રાયલ, BCCIએ આપી મંજૂરી
abpasmita.in | 21 Oct 2016 05:39 PM (IST)

મુંબઈ : છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ DRS (ડિસીઝન રિવ્યુ સિસ્ટમ)નો વિરોધ કરતું રહ્યુ છે પરંતુ આ સિસ્ટમમાં કેટલાક ફેરફાર બાદ ટ્રાયલ તરીકે અપનાવવાની મંજૂરી આપી છે. આગામી મહિને શરૂ થઇ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચોની શ્રેણીમાં આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી બીસીસીઆઈ ઘણા કારણોસર વિરોધ કરતું હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9 નવેમ્બરથી શ્રેણી શરૂ થઈ રહી છે. આ દરમિયાન પ્રાયોગિક ધોરણે DRSને લાગુ કરવામાં આવશે. બીસીસીઆઈને DRS સિસ્ટમમાં કરેલા ફેરફારથી સંતોષ છે. નવી સિસ્ટમમાં નવા કેમેરા પણ લગાડવામાં આવ્યા છે, જેથી DRS માટે વધારે યોગ્ય નિર્ણય મળી શકે છે.