BCCI એ જાહેર કર્યું નવું કોન્ટ્રાક્ટ લિસ્ટ, ધોની કરતા કોહલી-રોહિતની સેલેરી વધુ
ગ્રેડ Bમાં- લોકેશ રાહુલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, દિનેશ કાર્તિક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રેડ Aમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, એમએસ ધોની, રિદ્ધિમાન સાહા
નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવા સેન્ટ્રલ કોન્ટ્રેક્ટની જાહેરાત કરી છે. ખેલાડીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં બદલાવ કરી તેને ચાર ગ્રેડમાં વહેચ્યાં છે. ઓક્ટબર 2017થી સપ્ટેમ્બર 2018 સુધી ગ્રેડ A+માં સામેલ ખેલાડીઓને 7 કરોડ અને ગ્રેડ A માં 5 કરોડ, ગ્રેડ Bમાં 3 કરોડ તથા ગ્રેડ Cમાં 1 કરોડ રૂપિયા વર્ષની સેલેરી આપવાની જાહેરાત કરી છે.
વિવાદમાં ફસાયેલા સ્ટાર બોલર મોહમ્મદ શમીને બીસીસીઆઈએ મોટો ઝટકો આપતા સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાંથી બહાર કરી દીધો છે. આ વર્ષે બીસીસીઆઈએ જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને A+ કેટેગરીમાં સ્થાન આપ્યું છે. તે સિવાય A+ કેટેગરીમાં રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલીને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ધોનીને A કેટેગરીમાં સ્થાન મળ્યું
ગ્રેડ A+માં વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહનો સમાવેશ કર્યો છે.
ગ્રેડ C- કેદાર જાધવ, મનીષ પાંડે, અક્ષર પટેલ, કરૂણ નાયર, સુરેશ રૈના, પાર્થિવ પટેલ, જયંત યાદવ
- - - - - - - - - Advertisement - - - - - - - - -