વિરાટ કોહલથી નારાજ થયું BCCI, જાણો વિરાટને શું આપી સલાહ...
નવી દિલ્હીઃ ભારતીય પ્રશંસકને દેશ છોડીને ચાલી જવાની સલાહ આપનાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે. ટ્વિટર પર ટ્રોલ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીની આ પ્રતિક્રિયાને ખુદ બીસીસીઆઈએ પણ ખોટી ગણાવી હતી અને કોહલીને આગળ સાવચેત રહેવાની સલાહ આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં હૈદ્રાબાદમાં પ્રશાસક સમિતિ અને ટીમ મેનેજમેન્ટની મીટિંગ થઈ હતી. મીટિંગ બાદ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, કોહલીના આ નિવેદનથી બીસીસીઆઈ ખુશ નથી. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગેરજવાબદાર નિવેદન હતું. તેને સાવચેત રહેવાની જરૂર છે. વિરાટ કોહલીએ સમજવું જોીએ કે તે ભારતીય ફેન્સને કારણે જ કમાણી કરી રહ્યો છે.
ઘટનાની વાત કરીએ તો, વિરાટનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે અને તેના ફેન્સને દેશ છોડવાની સલાહ આપી રહ્યો છે. જોકે આ વાત કેટલાક ફેન્સને પસંદ ન આવી અને તેમણે વિરાટને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
વિરાટ કોહલી આગળ કહે છે કે, ‘તમે મને પસંદ ન કરો..કંઈ વાંધો નથી. મને નથી લાગતું કે તમારે અમારા દેશમાં રહેવું જોઈએ અને બીજાની જેમ વિચારવું જોઈએ. તમે તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો.’ ત્યારબાદ સોશિયલ મીડિયા પર કેલાક ફેન્સ વિરાટની વિરૂદ્ધમાં તો કેટલાક તેના સપોર્ટમાં ઉતરી આવ્યા.
વીડિયોમાં કોહલી મોબાઈલમાં જોઈને વાંચતો દેખાઈ રહ્યો છે. તેને એક ફેને લખ્યું કે, ‘તે એક ઓવરરેટેડ બેટ્સમેન છે. તેની બેટિંગમાં કંઈપણ ખાસ દેખાતું નથી. મને આ ભારતીયોની તુલાનામાં અંગ્રેજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને રમતા જોવામાં વધારે મજા આવે છે.’ આ અંગે વિરાટે પ્રતિક્રિયા આપી કે, મને નથી લાગતું કે તમારે ભારતમાં રહેવું જોઈએ. જાઓ, બીજે ક્યાંક જઈને રહો. તમે અમારા દેશમાં કેમ રહો છો અને બીજા દેશોને પ્રેમ કરો છો?
- - - - - - - - - Advertisement - - - - - - - - -